21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર શુભમન ગિલે રવિવારે એટલે કે 8 સપ્ટેમ્બરે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો. તેણે પોતાનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડી ઈશાન કિશન, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પણ હાજર હતા. પોતાના જન્મદિવસ પર કેક કાપ્યા બાદ ગિલે તેના મિત્રો સાથે ડીજે સાઉન્ડ પર ખૂબ જ મસ્તી કરી હતી. તેના જન્મદિવસનો વીડિયો હવે વાઇરલ થયો છે. આમાં ઈશાન અને ગિલ સંપૂર્ણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ડાન્સની સાથે તેઓ ગાતાં પણ જોવા મળે છે.
આ ઉપરાંત શુભમન ગિલ અવારનવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. અત્યાર સુધી તેનું નામ બોલિવૂડની ઘણી સુંદરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે, જ્યારે સારા તેંડુલકર સાથે પણ તેના ડેટિંગના સમાચાર છે. પરંતુ, હવે જ્યારથી આ ક્રિકેટરે પોતાનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે, ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 22 વર્ષની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને આ પહેલા પણ તેઓ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.
ગિલ અને ઈશાન ગીત ગાતા જોવા મળ્યા સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં શુભમન તેના જન્મદિવસના અવસર પર ગીત ગાતો જોવા મળ્યો હતો. તે કોઈ પોપ સ્ટાર માટે રેપ ગીત ગાતો હોય તેવું લાગતું હતું. તેની સાથે ઈશાન કિશન પણ તેની ધૂનમાં જોડાયો. બંને પૂરા જોશથી ગાતા હતા. શ્રેયસ અને રાહુલ પણ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા. કેક કાપ્યા બાદ શુભમને તેના મિત્રો સાથે મોડી રાત સુધી પાર્ટી કરી હતી.
ગિલની બર્થડે પાર્ટીની તસવીરો પણ વાઇરલ વીડિયોની સાથે શુભમન ગિલના જન્મદિવસની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. આમાં ઈશાન અને ગિલ ફુલ ડાન્સિંગ અને સિંગિંગ મૂડમાં જોવા મળી રહ્યા છે. બંનેના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ પાર્ટીમાં કેટલા એન્જોય કરી રહ્યા હતા. શુભમને મિત્રો સાથે ફોટોઝ પણ પડાવ્યા હતા.
અવનીત કૌર સાથેનો ફોટો વાઇરલ થતા અફવાઓએ જોર પકડ્યું
એક્ટ્રેસ અવનીત કૌરે શુભમન ગિલને બર્થ-ડે વિશ કરતી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરી હતી.
હકીકતમાં, 8 સપ્ટેમ્બરે, શુભમનના જન્મદિવસ પર, અવનીત કૌરે તેની સાથે તેનો ફોટો શેર કરીને એક સ્ટોરી પોસ્ટ કરી હતી. ત્યારથી બંને સાથે હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. જો કે અવનીત દરરોજ તેની કિલર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લોકોને દિવાના બનાવે છે, પરંતુ શુભમન સાથેનો તેનો ફોટો વધુ વાઇરલ થયો હતો. આવી સ્થિતિમાં, બન્ને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા ચારેય કોર થઈ રહી છે.