- Gujarati News
- Sports
- Cricket
- South Africa Vs Pakistan: SA Vs PAK 2nd ODI Pakistan Beat South Africa By 81 Runs Mohammad Rizwan Babar Azam Kamran
24 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાને 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાને 81 રને હરાવ્યું. પાકિસ્તાને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે અને સિરીઝ પણ કબજે કરી લીધી છે.
કેપટાઉનમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને પહેલા રમતા 49.5 ઓવરમાં 329 રન બનાવ્યા હતા, પરંતુ તેના જવાબમાં યજમાન સાઉથ આફ્રિકા 43.1 ઓવરમાં માત્ર 248 રન જ બનાવી શકી હતી. અડધી સદી ફટકારનાર કામરાન ગુલામને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો હતો.
કામરાન, બાબર અને રિઝવાને અડધી સદી ફટકારી આ પહેલા પાકિસ્તાને આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી અને કામરાન ગુલામે ઝડપી ઇનિંગ રમી હતી. તેણે પહેલા 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછી 32 બોલમાં 5 સિક્સ અને 4 ફોરની મદદથી 63 રન બનાવ્યા.
પાકિસ્તાનના સુકાની રિઝવાને પણ સુકાની ઇનિંગ રમી અને 3 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 80 રન બનાવ્યા જ્યારે બાબર આઝમે 73 રનની સારી ઇનિંગ રમી. આ મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટર સૈમ અયુબે 25 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકા તરફથી ઝડપી બોલર ક્વેના મફાકાએ સૌથી વધુ 4 જ્યારે ટીમના ઓલરાઉન્ડર માર્કો યાન્સેને 3 વિકેટ ઝડપી હતી.
ક્લાસેન અને ડેવિડ મિલર વચ્ચે 72 રનની ભાગીદારી 329 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. તેની પ્રથમ વિકેટ માત્ર 34 રન પર પડી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા 12 રન બનાવીને આઉટ થયો હતો. ટોની ડીજ્યોર્જે 34 રન બનાવ્યા હતા. એડન માર્કરમ 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આફ્રિકાએ 113 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
જે બાદ ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેને સાઉથ આફ્રિકાની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 72 બોલમાં 72 રનની ભાગીદારી થઈ હતી. ક્લાસેને 74 બોલમાં 97 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો.
શાહીન આફ્રિદી અને નસીમ શાહની શાનદાર બોલિંગ શાહીન આફ્રિદી અને નસીમ શાહે શાનદાર બોલિંગ કરી હતી. આફ્રિદીએ 8 ઓવરમાં 47 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે નસીમ શાહે 8.1 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અબરાર અહેમદને 2 જ્યારે સલમાન આગાને એક સફળતા મળી હતી.