કોલકાતા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે ઉત્તમ બોલિંગના દમ પર 18મી IPL સીઝનની પોતાની બીજી મેચ જીતી લીધી. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 80 રનથી હરાવ્યું. KKR માટે વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરાએ 3-3 વિકેટ લીધી હતી.
કોલકાતામાં ટોસ હાર્યા બાદ KKR એ પહેલા બેટિંગ કરી અને 6 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા. અંગક્રિશ રઘુવંશીએ 50 અને વેંકટેશ અય્યરે 60 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ ૧૬.૪ ઓવરમાં ૧૨૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું. હેનરિક ક્લાસને 33 રન બનાવ્યા હતા.
5 પોઈન્ટમાં મેચ એનાલિસિસ…
1. પ્લેયર ઓફ ધ મેચ
201 રનનો ટાર્ગેટ ડિફેન્સ કરતી વખતે વૈભવ અરોરાએ KKRને શાનદાર શરૂઆત અપાવી. વૈભવે પહેલી જ ઓવરમાં ટ્રેવિસ હેડને પેવેલિયન મોકલી દીધો. ત્યાર બાદ તેણે પોતાની બીજી ઓવરમાં ઈશાન કિશનને કેચ આઉટ કરાવ્યો. ત્યાર બાદ વૈભવે હેનરિક ક્લાસેનની મોટી વિકેટ પણ લીધી.
2. જીતનો હીરો
- વરુણ ચક્રવર્તી: મિડલ ઓવરમાં બોલિંગ કરવા આવેલા ચક્રવર્તીએ SRHને બેકફૂટ પર ધકેલી દીધી. તેણે અનિકેત વર્મા, પેટ કમિન્સ અને સિમરજીત સિંહને પેવેલિયન મોકલ્યા.
- અંગક્રિશ રઘુવંશી: KKR ટોસ હારી ગયો અને પહેલા બેટિંગ કરવા આવ્યો. 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. અહીં રઘુવંશી બેટિંગ કરવા આવ્યો, તેણે ફિફ્ટી ફટકારી અને ટીમને 100 રનથી વધુ રન અપાવ્યા.
- વેંકટેશ અય્યર: KKR એ 106 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. અહીં વેંકટેશે ફિફ્ટી ફટકારી અને ટીમને 200 રનની નજીક પહોંચાડી. તેણે રિંકુ સિંહ સાથે 91 રનની ભાગીદારી પણ કરી.
3. ફાઇટર ઓફ ધ મેચ
IPLમાં ડેબ્યૂ કરનાર કામિન્દુ મેન્ડિસ સનરાઇઝર્સ સામે લડત આપતા જોવા મળ્યો હતો. તેને ફક્ત એક જ ઓવર નાખવાની તક મળી, પણ ખતરનાક દેખાતા રઘુવંશીને કેચ આઉટ કરાવ્યો. ત્યાર બાદ મેન્ડિસે બેટિંગમાં પણ તેની તાકાત બતાવી અને 20 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા. જોકે, આ પ્રદર્શન તેની ટીમને જીત અપાવવા માટે પૂરતું ન હતું.
4. ટર્નિંગ પોઈન્ટ
201 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે SRH પાવરપ્લેમાં જ મેચ હારી ગયું. ઇશાન કિશન 2, ટ્રેવિસ હેડ 4 અને અભિષેક શર્મા 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. 9 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ રિકવર થઈ શકી નહીં અને 17મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.
5. કેપ્ટનોએ શું કહ્યું?
સનરાઇઝર્સના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું-

અમારા માટે રાત ખરાબ રહી. મિડ-ઇનિંગ બ્રેકમાં અમને લાગ્યું કે ટાર્ગેટ ચેઝ થઈ શકે છે. નબળી ફિલ્ડિંગને કારણે અમે ઘણા રન ગુમાવ્યા. બેટિંગ ખૂબ જ નબળી હતી. સતત 3 મેચ હાર્યા પછી મને ખરાબ લાગે છે. 2 અઠવાડિયા પહેલા જ અમે 280 રન બનાવ્યા હતા. અમારા બેટ્સમેનો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે, છતાં હું ટીમની ફિલ્ડિંગથી વધુ નાખુશ છું. અમે થોડા કેચ ચૂકી ગયા. બોલિંગ એટલી ખરાબ નહોતી, તેઓએ સારી બેટિંગ કરી. અમે સ્પિનથી ફક્ત 3 ઓવર ફેંકી, મારે ત્યાં સ્પિનરોને થોડી વધુ ઓવર આપવી જોઈતી હતી.
કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું-

આ મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. હું મોટા માર્જિનથી જીતીને ખુશ છું. અમે આના જેવી જ પિચ પર રમવા માંગીએ છીએ. અમે શરૂઆતમાં 2 વિકેટ ગુમાવી દીધી અને પછી પરિસ્થિતિને સંભાળવા માટે 6 ઓવર લાગી. એકવાર સેટ થઈ ગયા પછી સ્કોરિંગ સરળ બન્યું. હું બેટિંગ ક્રમથી ખુશ છું. છેલ્લી 2 મેચ અમારા માટે ખરાબ રહી, અમે ભૂલો કરી. રિંકુ અને વેંકટેશે સારા શોટ રમ્યા. રમનદીપ, રસેલ અને મોઈન જેવા બેટ્સમેન બેઠા રહ્યા. 15 ઓવર પછી જ અમે આક્રમક રણનીતિ અપનાવી, જે કામ કરી ગઈ. અમે 180 રન બનાવવા માંગતા હતા, 200 રનનો લક્ષ્યાંક મોટો હતો. અમારી પાસે 3 સારા સ્પિનરો છે. નરેન અને વરુણે શાનદાર બોલિંગ કરી. વૈભવ અને હર્ષિતે નવા બોલથી સારી વિકેટ લીધી.