- Gujarati News
- Sports
- Cricket
- T 20 World Cup 2024 Super 8 Third Match India Vs Afghanistan IND Vs AFG Virat Kohli, Rohit Sharma Rashid Khan Naveen ul haq
સ્પોર્ટ્સ ડેસ્ક55 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયા આજે પોતાની પ્રથમ સુપર-8 મેચ અફઘાનિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અપરાજિત છે, જ્યારે અફઘાનિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી મેચ હારી ચૂક્યું છે, પરંતુ આ મેચ રોમાંચક બનવાની શક્યતાઓ ઘણી વધારે છે.
કારણ છે આ વર્ષે 17 જાન્યુઆરીએ રમાયેલી ભારતીય અફઘાનિસ્તાન પ્રવાસની ત્રીજી મેચ. T-20 ઇન્ટરનેશનલમાં બંને ટીમની આ છેલ્લી મુલાકાત હતી. બેંગલુરુમાં મેચનું પરિણામ 2 સુપર ઓવર પછી જાણી શકાયું હતું. ત્યારે T-20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં પ્રથમ વખત બે સુપર ઓવર થઈ હતી.
પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત એક છેડે અણનમ ઊભો હતો એટલે આશા હજુ અકબંધ હતી. પાવરપ્લે બાદ ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવી ન હતી. કેપ્ટન રોહિત 121 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને રિંકુ સિંહે 69 રનની ઇનિંગ રમી હતી. ભારતે અફઘાનિસ્તાનને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુરબાઝ, ઝદરાન અને નઇબે અડધી સદી ફટકારી હતી. છેલ્લા બોલ પર 3 રનની જરૂર હતી. નઇબ 2 રન લેવામાં સફળ રહ્યો અને મેચ સુપર ઓવરમાં ગઈ.
પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમ પણ માત્ર 16 રન બનાવી શકી હતી. મેચ ફરી ટાઈ થઈ ગઈ. બીજી સુપર ઓવરમાં ભારતે 2 વિકેટ ગુમાવીને 11 રન બનાવ્યા હતા. હવે અફઘાનિસ્તાનને જીતવા માટે એક ઓવરમાં 12 રનની જરૂર હતી, પરંતુ રવિ બિશ્નોઈએ પ્રથમ બોલ પર મોહમ્મદ નબી અને ત્રીજા બોલ પર રહેમાનુલ્લા ગુરબાઝને આઉટ કરીને 10 રનથી મેચ જીતી લીધી હતી.
અફઘાનને છેલ્લા બોલ પર 3 રન બનાવવાના હતા. નઇબ મુકેશનો ફુલ લેન્થ બોલ ચૂકી ગયો અને રન કરવા નીકળ્યો. વિકેટકીપર સેમસને થ્રો માર્યો અને બોલ ઘૂંટણના પેડ સાથે અથડાયો અને લોંગ-ઓન પર ગયો. નઇબ હજુ પણ દોડતો રહ્યો અને મેચ સુપર ઓવરમાં ગઈ. આના પર રોહિત તેના પર ગુસ્સે થઈ ગયો.
કેપ્ટન રોહિત શર્માએ 121 રનની ઇનિંગ રમી હતી. આ મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણી 3-0થી જીતી લીધી હતી.
મેચ ડિટેઇલ્સ…
સુપર 8: ભારત Vs અફઘાનિસ્તાન
તારીખ અને સ્ટેડિયમ: જૂન 20, કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન
સમય: ટસ- 7:30 PM, મેચ શરૂ- 8:00 PM
વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ભારતને ક્યારેય હરાવી શક્યું નથી
ટૉસ અને પિચનું મહત્ત્વ
આ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ટૉસ જીતીને બોલિંગ પસંદ કરવી વધુ સારો વિકલ્પ હશે. કિંગસ્ટન ઓવલના મેદાન પર ગ્રુપ સ્ટેજની 5 મેચ પણ રમાઈ હતી, 2માં ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને એક મેચમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમે જીત મેળવી હતી. એક મેચ ટાઈ રહી હતી અને એક પણ અનિર્ણિત રહી હતી. સર્વોચ્ચ સ્કોર 201 રન હતો, પરંતુ સરેરાશ સ્કોર માત્ર 148 છે. ઉપરાંત, બોલરોએ માત્ર 6.90 ની ઇકોનોમીમાં રન ખર્ચ્યા હતા, જેનો અર્થ છે કે ઓછા સ્કોરવાળી મેચ અહીં જોઈ શકાય છે.
મેચનું મહત્વ-
સુપર-8માં બે ગ્રૂપ છે. એક ગ્રૂપમાં 4 ટીમોૂ છે, જે એકબીજા સામે રમશે. ભારતની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે છે. ટીમ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પણ ટકરાશે. આજની મેચ જીતવાથી સેમિફાઈનલમાં પહોંચવાનો ભારતનો દાવો મજબૂત થશે.
રિષભ પંત આ વર્લ્ડ કપમાં ભારતનો ટોપ સ્કોરર, ફારૂકીએ એક મેચમાં 4 વિકેટ લીધી
પ્લેયર્સ ટુ વોચ
- વિરાટ કોહલી- વિરાટ કોહલી T-20 વર્લ્ડ કપમાં ઓવરઓલ ટોપ સ્કોરર છે. કોહલીએ અફઘાનિસ્તાન સામે 5 મેચ રમીને 201 રન બનાવ્યા છે. જેમાં એક સદીની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.
- અર્શદીપ સિંહ- આ વર્લ્ડ કપમાં અર્શદીપ ભારત માટે બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 3 મેચમાં 7 વિકેટ લીધી છે. અર્શદીપે અમેરિકા સામે 9 રન આપીને 4 વિકેટ લીધી હતી.
ભારતના અર્શદીપ સિંહે અમેરિકા સામે 9 રન આપીને 4 વિકેટ લીધી હતી.
રહેમાનુલ્લાહ ગુરબાઝ અફઘાન ટીમ તરફથી T20 વર્લ્ડ કપમાં ટોપ સ્કોરર
- રહેમાનુલ્લા ગુરબાઝ- તે T-20 વર્લ્ડ કપ 2024નો બીજો ટોપ સ્કોરર છે. તેણે 4 મેચમાં 167 રન બનાવ્યા છે. ગુરબાઝે ન્યૂઝીલેન્ડ સામે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ યુગાન્ડા સામે 76 રન બનાવ્યા છે.
- રાશિદ ખાન- અફઘાનિસ્તાનનો કેપ્ટન રાશિદ ખાન T-20માં ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે કુલ 88 મેચમાં 142 વિકેટ લીધી છે. આ વર્લ્ડ કપમાં તેણે 4 મેચમાં 6 વિકેટ લીધી છે. આ સાથે તેણે 26 રન પણ બનાવ્યા છે.
હવામાન અહેવાલ- 44% વાદળછાયું રહેશે
મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે. આકાશ 44 ટકા વાદળછાયું રહેશે. તે જ સમયે, તાપમાન 28 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
અફઘાનિસ્તાન- રાશિદ ખાન (કેપ્ટન), ઈબ્રાહિમ ઝદરાન, ગુલબદ્દીન નઇબ, અઝમતુલ્લા ઓમઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, રાશિદ ખાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક અને ફઝલહક ફારૂકી.