સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ICC T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8ની પાંચમી મેચ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે રમાશે. ઇંગ્લેન્ડની ટીમ બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. જ્યારે સાઉથ આફ્રિકા તેના પ્રથમ ICC ટાઇટલની રાહ જોઈ રહ્યું છે.
મેચની ડિટેઇલ્સ…
સુપર-8: સાઉથ આફ્રિકા Vs ઇંગ્લેન્ડ
તારીખ અને સ્ટેડિયમ: 21 જૂન, ડેરેન સેમી સ્ટેડિયમ, સેન્ટ લુસિયા
સમય: ટૉસ- 7:30 PM, મેચ શરૂ- 8:00 PM
ENG-SA 12-12 મેચ જીતી
મેચનું મહત્વ- બંને ટીમની સુપર-8ની આ બીજી મેચ હશે. સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ બંને પોતપોતાની પ્રથમ સુપર-8 મેચ જીતી ચૂક્યા છે. સુપર-8માં બે ગ્રૂપ છે. એક ગ્રૂપમાં 4 ટીમ છે, જે એકબીજા સામે રમશે. આ બંને ટીમ ગ્રૂપ-1માં છે. આજની મેચ જીતવાથી સેમિફાઈનલમાં જવાની શક્યતાઓ મજબૂત થશે.
ટૉસ અને પિચની ભૂમિકા – અહીં અત્યાર સુધીમાં 21 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં 11 ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને 10 ટીમે જીત મેળવી હતી. 18 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં આ સ્ટેડિયમમાં પ્રથમ વખત 200થી ઉપરનો સ્કોર થયો હતો. આ સ્ટેડિયમમાં બોલરો માત્ર 8.00ની ઇકોનોમીમાં રન ખર્ચે છે. પેસની સાથે સ્પિન બોલરોને પણ ઘણી વિકેટો મળે છે. આ વર્લ્ડ કપના આધારે, ટૉસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવી સારી હોઈ શકે છે.
એનરિક નોર્કિયા T-20 વર્લ્ડ કપ 2024નો બીજો ટોપ વિકેટટેકર, ઇંગ્લેન્ડનો સોલ્ટ ટોપ સ્કોરર
પ્લેયર્સ ટુ વોચ
ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- જોફ્રા આર્ચરે 5 ઓવરમાં 6 વિકેટ ઝડપી છે. તે ઇંગ્લેન્ડ માટે બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે ઓમાન સામે 12 રન આપીને 3 વિકેટ લીધી હતી.
- જોની બેયરસ્ટો- જોની બેયરસ્ટોએ 5 મેચમાં 94 રન બનાવ્યા છે. તેની કુલ 77 T20 મેચમાં તેણે 138.84ના સ્ટ્રાઈક રેટથી 1655 રન બનાવ્યા છે.
ક્વિન્ટન ડી કોક ઘાતક પ્રદર્શન કરી રહ્યો છે
- ક્વિન્ટન ડી કોક- દક્ષિણ આફ્રિકાનો ટોપ સ્કોરર. ડી કોકે 5 મેચમાં 122 રન બનાવ્યા છે. તેણે અમેરિકા સામે 74 રનની ઇનિંગ રમી હતી.
- કાગિસો રબાડા- દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ 5 મેચમાં 7 વિકેટ લીધી હતી. રબાડાએ અમેરિકા સામે 3 વિકેટ લીધી હતી.
ક્વિન્ટન ડી કોકે અમેરિકા સામે 74 રનની ઇનિંગ રમી હતી.
હવામાન અહેવાલ- વરસાદની 5% શક્યતા
સેન્ટ લુસિયામાં 21 જૂને વરસાદની 5 ટકા શક્યતા છે. મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાન 33 થી 37 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરી ક્લાસન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્કિયા અને તબરેઝ શમ્સી.
ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ફિલ સોલ્ટ, જોની બેયરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જોફ્રા આર્ચર, માર્ક વુડ, આદિલ રશીદ અને રીસ ટોપ્લે.