સ્પોર્ટ્સ ડેસ્ક45 મિનિટ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપ 2024ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઓમાનને 39 રનથી હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે ગુરુવારે ઓમાનએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવી શક્યું હતું.
ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઈનિસે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. પ્રથમ, સ્ટોઇનિસે બેટિંગમાં અજાયબીઓ કરી અને 186.11ના સ્ટ્રાઇક રેટથી 67 અણનમ રનની શાનદાર ઇનિંગ રમી અને પછી બોલિંગ કરતી વખતે 3 વિકેટ લીધી. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા-ઓમાન મેચનું એનાલિસિસ…
1. મેચ વિનર

2. જીતના હીરો
ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે 51 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી. તેણે માર્કસ સ્ટોઈનિસ સાથે ચોથી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી.

એડમ ઝામ્પાઃ ઓસ્ટ્રેલિયા તરફથી બોલર ઝામ્પાએ બે વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 6ની ઇકોનોમી સાથે 24 રન આપ્યા હતા. તેણે શોએબ ખાનને ઝીરો પર બોલ્ડ કર્યો હતો. આ સિવાય અયાન ખાનને પણ આઉટ કર્યો હતો.
3. ફાઈટર ઑફ ધ મેચઃ ઓમાનના બેટર મેહરાન ખાને ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહીં. તેણે પ્રથમ બોલિંગ કરતા બે વિકેટ ઝડપી હતી. તેણે મિચેલ માર્શ અને ગ્લેન મેક્સવેલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી તેણે 16 બોલમાં 27 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 સિક્સર ફટકારી હતી. મેહરાન ટીમનો બીજો ટોપ સ્કોરર હતો.
સ્ટોઇનિસ અને વોર્નર વચ્ચે 102 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો 19 રનના સ્કોર પર લાગ્યો હતો. ટ્રેવિસ હેડને બિલાલ ખાને આઉટ કર્યો હતો. તે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. માર્કસ સ્ટોઇનિસે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી હતી અને તેણે 36 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 67 રન બનાવ્યા હતા. ઓપનર ડેવિડ વોર્નરે 51 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી.
માર્કસ સ્ટોઈનિસ અને ડેવિડ વોર્નર વચ્ચે ચોથી વિકેટ માટે 102 (64 બોલ)ની ભાગીદારી થઈ હતી. ઓમાન તરફથી મેહરાન ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. તેણે મિચેલ માર્શ અને ગ્લેન મેક્સવેલને પોતાનો શિકાર બનાવ્યો હતો.


ઓમાનની ઇનિંગ્સઃ અયાને સૌથી વધુ 36 રન બનાવ્યા
ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓમાન 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. ઓમાન માટે અયાન ખાને સૌથી મોટી ઇનિંગ રમી, તેણે 30 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઇનિસે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક, નાથન એલિસ અને એડમ ઝામ્પાએ 2-2 વિકેટ લીધી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટ કીપર), નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ.
ઓમાન: આકિબ ઇલ્યાસ (કેપ્ટન), કશ્યપ પ્રજાપતિ, પ્રતિક અઠાવલે (વિકેટકીપર), ઝીશાન મકસૂદ, ખાલિદ કૈલ, અયાન ખાન, શોએબ ખાન, મેહરાન ખાન, શકીલ અહેમદ, કલીમુલ્લાહ અને બિલાલ ખાન.