અમુક પળો પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ સતત બીજી વખત આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે સતત બે વખત ICC ટાઇટલ પોતાના નામે કર્યુ છે.
ભારતીય ટીમે ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. રવિવારે (2 ફેબ્રુઆરી)ના રોજ રમાયેલી ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 83 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે માત્ર 11.2 ઓવરમાં જ પુરો કરી લીધો હતો. ભારતીય ટીમની જીતમાં ગોંગાડી તૃષાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તૃષાએ તેની બોલિંગમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બેટિંગમાં 44 અણનમ રન બનાવ્યા હતા. ભારતે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે.
ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
સા.આફ્રિકાની શરૂઆત કંઈ ખાસ ન હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સા.આફ્રિકાની શરૂઆત કંઈ ખાસ ન હતી અને બીજીજ ઓવરમાં પહેલો ફટકો લાગ્યો, જ્યારે લેફ્ટ-આર્મ પરુણિકા સિસોદિયાએ સિમોન લોરેન્સ (0)ને બોલ્ડ કરી દીધી. ત્યારે સા.આફ્રિકાનો સ્કોર 11 રન હતો. પછી મીડિયમ પેસર શબનમ શકીલે બીજી ઓપનર જેમ્મા બોથાને વિકેટ પાછળ કેચ આઉટ કરાવી હતી. બોથાએ 14 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. માત્ર 20 રનના સ્કોર પર સા.આફ્રિકાને ત્રીજો ઝટકો લાગ્યો, જ્યારે ડાબોડી સ્પિનર આયુષી શુક્લાએ ડાયરા રામલાકન (3)ને બોલ્ડ કરી હતી.
સાઉથ આફ્રિકાની વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. સ્પિનર ગોંગાડી તૃષાએ કેપ્ટન કાયલા રેનેકે (7 રન)ને પેવેલિયન મોકલી હતી. જ્યારે કારાબો મેસો (10 રન)ને આયુષી શુક્લાએ પોતાની ફિરકીમાં ફસાવી હતી. 44 રનમાં પાંચ વિકેટ પડી ગયા બાદ મિકે વાન વૂરર્સ્ટ અને ફે કાઉલિંગે ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 30 રનની ભાગીદારી થઈ હતી.
રવિવારે (2 ફેબ્રુઆરી)ના રોજ રમાયેલી ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું.
ત્યારબાદ ગોંગાડી તૃષાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને સાઉથની સ્થિતિ ફરી ખરાબ કરી દીધી હતી. તૃષાએ મિકી વેન વૂરર્સ્ટને સ્ટમ્પ આઉટ કરાવી. પછી તેણે સેશની નાયડુને (0) બોલ્ડ કરી. મિકે વેન વૂરર્સ્ટે 18 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. આ પછી એ જ ઓવરમાં લેફ્ટ-આર્મ વૈષ્ણવી શર્માએ એક જ ઓવરમાં ફે કાઉલિંગ (15) અને મોનાલિસા લેગોડી (0)ની વિકેટ લીધી. જ્યારે ઈનિંગના છેલ્લા બોલ પર પારુણિકા સિસોદિયાએ એશ્લે વૈન વિક (0)ને પેવેલિયન મોકલી હતી. ભારત તરફથી ગોંગડી તૃષાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે વૈષ્ણવી શર્મા, પારુણિકા સિસોદિયા અને આયુષી શુક્લાને બે-બે સફળતા મળી. ભારતના સ્પિનરો આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી.
તૃષાએ પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
જી કમલિની (વિકેટકીપર), ગોંગાડી તૃષા, સાનિકા ચાલકે, નિક્કી પ્રસાદ (કેપ્ટન), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, આયુષી શુક્લા, વીજે જોશિથા, શબનમ શકીલ, પરુણિકા સિસોદિયા, વૈષ્ણવી શર્મા.
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
જેમ્મા બોથા, સિમોન લોરેન્સ, ડાયરા રામલાકન, ફે કાઉલિંગ, કાયલા રેનેકે (કેપ્ટન), કારાબો મેસો (વિકેટકીપર), મિકે વેન વુરર્સ્ટ, સેશની નાયડુ, એશ્લે વેન વિક, મોનાલિસા લેગોડી, નથાબિસેંગ નિની.