સ્પોર્ટ્સ ડેસ્ક18 મિનિટ પેહલા
- કૉપી લિંક
2 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે ન્યૂયોર્કમાં ટીમના આગમનનો વીડિયો શેર કર્યો હતો. ટીમ 25 મેના રોજ મુંબઈ એરપોર્ટથી અમેરિકા જવા રવાના થઈ હતી.
ટીમ ઈન્ડિયા 1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમશે. પ્રથમ બેચમાં ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને ઘણા ખેલાડીઓ અને ટીમ સ્ટાફ સામેલ હતો. બીજી બેચ આજે રવાના થઈ શકે છે.
કોહલી, હાર્દિક અને સેમસન મોડેથી ટીમ સાથે જોડાશે
સ્ટાર બેટર વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર બેટર સંજુ સેમસન પ્રથમ બેચ સાથે ગયા નથી. કોહલીએ IPL બાદ રમતમાંથી થોડો બ્રેક લીધો છે. ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન પણ મોડેથી ટીમ સાથે જોડાશે.
ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે
આ વખતે T-20 વર્લ્ડ કપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ઓપનિંગ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે થશે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓ: શુભમન ગિલ, ખલીલ અહેમદ, રિંકુ સિંહ, આવેશ ખાન.