24 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના બે પ્રખ્યાત શિષ્યો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી ગઈકાલે એટલે કે ત્રીજી ડિસેમ્બરે મુંબઈમાં તેમના જન્મદિવસ પર તેમના કોચના સ્મારકના અનાવરણ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન તેંડુલકર અને કાંબલી વચ્ચે હેન્ડશેકનો સીન સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
વીડિયોમાં કાંબલી એકદમ બીમાર દેખાઈ રહ્યો છે. તેની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો પર એવી કમેન્ટ કરવામાં આવી હતી કે IPL કાંબલીના સમયમાં પણ થવી જોઈતી હતી. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેંડુલકર કાંબલી પાસે પહોંચે છે. બંને હાથ મિલાવે છે.
સચિન કાંબલીને મળવા ગયો સચિન સ્ટેજ પર આવતાની સાથે જ કાંબલીની આવી નબળી હાલત જોઈને હેરાન અને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેંડુલકર તેની પાસે ગયો અને થોડીવાર વાત કરી. આ પછી સચિન જ્યારે પોતાની સીટ પર બેસવા ગયો, ત્યારે કાંબલી તેનો હાથ છોડતો નહોતો. મુંબઈના બન્ને સ્ટાર્સનો એકસાથે આવતા વીડિયો ફરી વાઇરલ થયો હતો, પરંતુ પ્રશંસકો પોતાને એ વિચારવાથી રોકી શક્યા નહોતા કે વિનોદ કાંબલીની તબિયત સારી છે કે નહીં.
સચિન જ્યારે કાંબલીને મળીને પોતાની સીટ પર બેસવા જાય છે, ત્યારે કાંબલી તેને એકીટશે જોઈ રહે છે.
ચેમ્પિયનને આ રીતે જોઈને દુ:ખ થાય છે… એક યુઝરે પોસ્ટ કરેલા વીડિયો પર કોમેન્ટ કરી અન્ય યુઝરે લખ્યું કે ચેમ્પિયનને આ રીતે જોઈને દુઃખ થાય છે…પૃથ્વી શો આની નોંધ લો. કાંબલીને આ રીતે જોવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યારે સચિન અને કાંબલીએ તેમની શાળા, શારદાશ્રમ વિદ્યામંદિર માટે હેરિસ શીલ્ડ મેચમાં 664 રનની ભાગીદારી કરી હતી ત્યારે પહેલીવાર તેઓએ હેડલાઇન્સ બનાવી હતી. આ બંનેએ મેચમાં અણનમ ત્રેવડી સદી ફટકારી હતી. ત્યારે રમાકાંત આચરેકર તેમના કોચ હતા. 2019માં તેમનું અવસાન થયું.
કાર્યક્રમ પછી સચિન ફરી વિનોદ કાંબલીને મળવા જાય છે, ત્યારે કાંબલી તેંડુલકરના માથા પર હાથ ફેરવે છે.
કાંબલીને શું થયું? વિનોદ કાંબલી લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. તેણે ભૂતકાળમાં હૃદયની સમસ્યાઓ અને ડિપ્રેશન સામે લડવા વિશે ખુલીને વાત કરી છે. તેને દરરોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. 2010ના દાયકાની શરૂઆતમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પછી તેમની સ્થિતિમાં સુધારો થયો. 2013માં, ચેમ્બુરથી બાંદ્રા જતી વખતે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અગાઉ વર્ષ 2012માં, તેમની બે બ્લોકેજ ધમનીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
થોડી સમય પહેલાં પણ વીડિયો વાઇરલ થયો હતો
થોડા મહિના પહેલાં કાંબલીનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તેને ચાલવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે ચાહકો ચિંતિત બન્યા હતા. જો કે, કાંબલીએ થોડા સમય પછી ખુલાસો કર્યો કે તે ઠીક છે અને તેની તબિયત સારી છે. હવે સચિન સાથેના લેટેસ્ટ વીડિયોએ ફેન્સની ચિંતામાં વધારો કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
કાંબલીની કારકિર્દી પર નજર કાંબલીની કારકિર્દીમાં શાનદાર શરૂઆત બાદ 104 ODI મેચ સિવાય માત્ર 17 ટેસ્ટ રમી હતી. જેમાં ટેસ્ટમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે. તેણે રેડ બોલ ફોર્મેટમાં 1084 રન બનાવ્યા હતા. વન-ડેમાં તેણે બે સદી સહિત 2477 રન બનાવ્યા હતા.