સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
T-20 વર્લ્ડ કપ 2024માં આજથી સુપર-8 મેચો શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ સાઉથ આફ્રિકા અને અમેરિકા વચ્ચે છે, જેઓ પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યા છે. અમેરિકા ન માત્ર પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે પરંતુ સુપર 8 સ્ટેજમાં પણ પહોંચી ગયું છે.
અમેરિકા ગ્રૂપ Aમાંથી અને દક્ષિણ આફ્રિકા ગ્રૂપ Dમાંથી સુપર 8માં આવ્યું છે. અમેરિકાની ટીમે પાકિસ્તાન અને કેનેડાને હરાવ્યું છે અને દક્ષિણ આફ્રિકાએ તેની તમામ લીગ મેચ જીતી છે. ક્રિકેટના મેદાન પર બંને ટીમ પ્રથમ વખત આમને-સામને થશે.
ક્રિકેટ વર્લ્ડ કપમાં અમેરિકાની જોરદાર એન્ટ્રી
![2 જૂને અમેરિકાએ પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો અને ઈતિહાસ રચ્યો. કેનેડાની ટીમને હરાવી. 18મી ઓવરમાં 194 રનના સ્કોરને ચેઝ કર્યો હતો. એરોન જોન્સ હીરો બન્યો.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/18/unnamed_1718724186.png)
2 જૂને અમેરિકાએ પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો અને ઈતિહાસ રચ્યો. કેનેડાની ટીમને હરાવી. 18મી ઓવરમાં 194 રનના સ્કોરને ચેઝ કર્યો હતો. એરોન જોન્સ હીરો બન્યો.
મેચની ડિટેઇલ્સ…
મેચ નંબર: 41
સુપર 8 : અમેરિકા Vs સાઉથ આફ્રિકા
તારીખ અને સ્ટેડિયમ: 19 જૂન, સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, એન્ટિગુઆ
સમય: ટૉસ- 7:30 PM, મેચ શરૂ- 8 PM
ટૉસ અને પિચની ભૂમિકા – આ વર્લ્ડ કપમાં એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમનો ટ્રેક રેકોર્ડ પ્રથમ બોલિંગ કરવાની તરફેણમાં રહ્યો છે. ચેઝ કરતી ટીમ જીતે છે. અહીં 17 T-20 મેચ રમાઈ હતી અને પેસર્સે 62% વિકેટો લીધી હતી. ટૉસ જીતનારી ટીમ બોલિંગ કરવાનું પસંદ કરશે, કારણ કે અહીં આયોજિત વર્લ્ડ કપની 4 મેચમાં 3નો ચેઝ કરતી ટીમે જીત મેળવી છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/19/5_1718795470.jpg)
મેચનું મહત્વ – સુપર-8માં બે ગ્રૂપ છે. એક ગ્રૂપમાં 4 ટીમ છે, જે એકબીજા સામે રમશે. આજની મેચ જીતવાથી સેમિફાઈનલમાં જવાની શક્યતાઓ મજબૂત થશે.
USAનો ટોપ સ્કોરર જોન્સ, સાઉથ આફ્રિકાનો નોર્કિયા ટોપ વિકેટ ટેકર
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/19/sa-match-preview3_1718795524.gif)
પ્લેયર્સ ટુ વોચ
સૌરભ નેત્રાવલકરનું શાનદાર પ્રદર્શન, કોહલી-રોહિતની વિકેટ લીધી
- સૌરભ નેત્રાવલકર – ભારતીય મૂળના સૌરભ નેત્રાવલકરે ભારત અને પાકિસ્તાન સામે 2-2 વિકેટ લીધી હતી. તે પોતાની ટીમનો ટોપ વિકેટ લેનાર બોલર છે. તેણે કુલ 30 મેચમાં 31 વિકેટ લીધી છે. સૌરભે ભારત સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી.
- એરોન જોન્સ- કેનેડા સામેની પ્રથમ મેચમાં એરોન જોન્સે 40 બોલમાં 94* રનની ઇનિંગ રમી હતી. તે આ ટુર્નામેન્ટમાં અમેરિકા માટે હાઇએસ્ટ રન સ્કોરર છે.
![અમેરિકાના સૌરભ નેત્રાવલકરે પાકિસ્તાન સામે સુપર ઓવરમાં 18 રનને ડિફેન્ડ કર્યા હતા.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/18/afp2024060634vq74wv4highrescricketmenst20worldcupg_1718733551.jpg)
અમેરિકાના સૌરભ નેત્રાવલકરે પાકિસ્તાન સામે સુપર ઓવરમાં 18 રનને ડિફેન્ડ કર્યા હતા.
સાઉથ આફ્રિકાનું પેસ એટેક શાનદાર, મિલર ટોપ સ્કોરર
- ઓટનીલ બાર્ટમેન- બાર્ટમેને T-20 વર્લ્ડ કપમાં 5 વિકેટ લીધી હતી. છેલ્લા 12 મહિનામાં તે ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર છે. અત્યાર સુધી તેણે 5થી ઓછી ઈકોનોમી સાથે બોલિંગ કરી છે.
- ડેવિડ મિલર- આ વર્લ્ડ કપમાં મિલરે 4 મેચમાં 101 રન બનાવ્યા હતા. તેણે નેધરલેન્ડ્સ સામેની મેચમાં 59 રનની ઇનિંગ રમી હતી.
હવામાન અહેવાલ- 19 જૂને એન્ટિગુઆમાં હવામાન સ્પષ્ટ રહેશે. વરસાદની સંભાવના માત્ર 11% છે. મેચ દરમિયાન તાપમાન 32 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોઈ શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
અમેરિકા (USA): મોનાંક પટેલ (કેપ્ટન), સ્ટીવન ટેલર, એરોન જોન્સ, એન્ડ્રીસ ગૌસ, નીતિશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, જસદીપ સિંહ, શયાન જહાંગીર, સૌરભ નેત્રાવલકર અને અલી ખાન.
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન) , ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, ઓટનીલ બાર્ટમેન અને એનરિક નોર્કિયા.