2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NLC) પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ (USAC)ને પત્ર લખીને લીગની ભાવિ આવૃત્તિઓને મંજૂરી ન આપવાના નિર્ણયની જાણ કરી હતી. પત્રમાં પ્લેઇંગ-11ના નિયમોનું પાલન ન કરવાનો ઉલ્લેખ કર્યો છે.
NCLની છેલ્લી સિઝન 4 થી 14 ઓક્ટોબર વચ્ચે રમાઈ હતી. રોબિન ઉથપ્પાની કેપ્ટનશિપની શિકાગો સીસીએ એટલાન્ટા કિંગ્સને 43 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેને ટ્રોફી આપી હતી.
અનુભવી બેટર સચિન તેંડુલકરે શિકાગો સીસીના કેપ્ટન રોબિન ઉથપ્પાને ટ્રોફી આપી હતી.
કયા નિયમોનું ઉલ્લંઘન થયું?
- ICCના નિયમો અનુસાર, લીગમાં રમી રહેલી દરેક ટીમની પ્લેઇંગ-11માં ઓછામાં ઓછા 7 અમેરિકન ખેલાડીઓ હોવા જોઈએ. પરંતુ ઘણી મેચમાં 6-7 વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા.
- મેચમાં ડ્રોપ-ઈન પિચનો ઉપયોગ કર્યો હતો, જે ખૂબ જ નબળી હતી. પિચ એટલી ખરાબ હતી કે વહાબ રિયાઝ અને ટાઇમલ મિલ્સને સ્પિન બોલિંગ કરવી પડી હતી જેથી બેટર્સને નુકસાન ન થાય.
- લીગના અધિકારીઓએ વિદેશી ખેલાડીઓને તક આપવા માટે યુએસ ઇમિગ્રેશન નિયમો તોડ્યા હતા. અમેરિકામાં સ્પોર્ટ્સ કેટેગરીના વિઝા માટે, 6 ટીમ માટે ઓછામાં ઓછા 2 લાખ યુએસ ડોલરનો ખર્ચ થાય છે. ઘણા ખેલાડીઓ પૈસા બચાવવા માટે સ્પોર્ટ્સ વિઝા પર આવ્યા ન હતા.
તેંડુલકર, ગાવસ્કર અને અકરમ જેવા નામો લીગ સાથે જોડાયેલા છે NCLએ વસીમ અકરમ અને વિવિયન રિચર્ડ્સ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા. તેના માલિકી જૂથમાં સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરનો સમાવેશ થાય છે.