- Gujarati News
- Sports
- Cricket
- The Indian Women’s Cricket Team Will Play In Rajkot, Vadodara And Navi Mumbai Against West Indies Women’s And Ireland Women’s Team
સ્પોર્ટ્સ ડેસ્ક49 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય મહિલા ટીમ આવતા વર્ષે જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે 3 વન-ડે રમશે.
T20 વર્લ્ડ કપ પછી, BCCIએ ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમ સાથે સિરીઝ ગોઠવી છે. ટીમ હવે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને આવતા વર્ષે જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે વ્હાઇટ બોલની સિરીઝ રમશે.
આ પહેલા ભારતે T-20 વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ સામે 3 વન-ડે સિરીઝ 2-1થી જીતી હતી. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે 9 મેચ 15 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 જાન્યુઆરી સુધી ચાલશે.
વેસ્ટ ઈન્ડિઝ સામે બંને ફોર્મેટની સિરીઝ રમશે ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ODI અને 3 T-20 સિરીઝ રમવાની છે. 15, 17 અને 19 ડિસેમ્બરે નવી મુંબઈમાં 3 T20 રમાશે. તમામ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. જ્યારે 22, 24 અને 27 ડિસેમ્બરના રોજ વડોદરામાં 3 વન-ડે રમાશે. 2 મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે છેલ્લી મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.
આવતા વર્ષે આયર્લેન્ડ સામે રાજકોટમાં 3 વન-ડે વેસ્ટ ઈન્ડિઝ બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 3 વન-ડે મેચ રમશે. ત્રણેય મેચ રાજકોટમાં સવારે 11 વાગ્યે શરૂ થશે. આ મેચ 10, 12 અને 15 જાન્યુઆરીએ રમાશે.
T20 વર્લ્ડ કપમાં હાર્યા પછી અમદાવાદમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું ટીમ ઈન્ડિયા મહિલા T20 વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજને પાર કરી શકી નથી. ટીમને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ સેમિફાઈનલમાં પણ પ્રવેશી શકી ન હતી. ટુર્નામેન્ટ બાદ, ભારતે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે 3 વનડે રમી હતી. સિરીઝ ભારતે 2-1થી પોતાના નામે કરી હતી.
T20 વર્લ્ડ કપ બાદ ભારતે ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું.
ભારતમાં 2025માં પણ ODI વર્લ્ડ કપ યોજાશે 2025માં ભારતમાં મહિલા વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. આમાં ભારત સહિત માત્ર 8 ટીમ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તે ટીમ પણ છે જેણે 7 વખત ટાઇટલ જીત્યું છે.