ચેન્નઈ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL-2024ની ઓપનિંગ સેરેમની પહેલાં ચેપોક સ્ટેડિયમમાં લેસર લાઇટ શોનું રિહર્સલ થયું હતું.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનનો ઓપનિંગ સેરેમની ટૂંક સમયમાં ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહ્યો છે. સિંગર એઆર રહેમાન, સોનુ નિગમ અને બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ તેમાં પરફોર્મ કરશે.
સેરેમની બાદ લીગની વર્તમાન સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. મેચની ટૉસ સાંજે 7:30 કલાકે થશે.
લાઈવ અપડેટ્સ
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
CSK અને RCB વચ્ચે પ્રથમ મેચ, ધોની-કોહલી આમને-સામને થશે

ઓપનિંગ સેરેમની પછી, ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રાત્રે 8:00 વાગ્યે રમાશે. આ મેચની ટૉસ સાંજે 7.30 કલાકે થશે.
15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઘણા મોટા સ્ટાર્સે પરફોર્મ કર્યું છે

આ પહેલાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને અમેરિકન સિંગર્સ પિટબુલ, કેટરિના કૈફ, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ IPLમાં પરફોર્મ કરી ચૂક્યા છે.