હરિયાણાના પાણીપતનું ખંડરા ગામ. 14 વર્ષનો એક છોકરો કુર્તો-પાયજામો પહેરીને ઘરેથી નીકળ્યો. તેનું વજન તેની ઉંમરના છોકરાઓ કરતાં ઘણું વધારે લગભગ 70 કિલો હતું. થોડે આગળ જતા જ ગામના કેટલાક છોકરાઓ મળ્યા. તેઓ તેને સરપંચ જી કહીને ચીડવવા લાગ્યા. છોકરાને આ વાતનું
.
એ જ ‘સરપંચ’ આજે 26 વર્ષના છે. નામ છે નીરજ ચોપરા, ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર અને ટોકિયો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ. નીરજ પાસેથી પેરિસ ઓલિમ્પિકમાંથી પણ ગોલ્ડની અપેક્ષા છે. 6 ઓગસ્ટ, મંગળવારથી તેમની ઈવેન્ટ શરૂ થશે.
ગામના બાળકો માટે સરપંચથી લઈને ગોલ્ડ મેડાલિસ્ટ બનવા સુધીની નીરજની કહાની ઘણી રસપ્રદ છે. જેમાં સામેલ છે તેમના માતા-પિતા, કાકા, દાદા અને જૂના મિત્રો. ભાસ્કરે તેમની પાસેથી જ નીરજની આખી કહાની સાંભળી. વાંચો તેમના ઘરેથી ગ્રાઉન્ડ રિપોર્ટ.
દાદી ખૂબ દૂધ-દહીં ખવડાવતા હતા, 14 વર્ષની ઉંમરે 70 કિલો વજન થઈ ગયું
નીરજનું ગામ પાણીપતથી લગભગ 15 કિલોમીટર દૂર છે. તેમનો સંયુક્ત પરિવાર છે. અહીં પરિવારમાં સૌ પ્રથમ અમે નીરજના કાકા ભીમ ચોપરાને મળ્યા. તે નીરજની થ્રોઅર બનવાની કહાની જણાવે છે. કહે છે, ‘અમે ચાર ભાઈઓ છીએ. ચાર ભાઈઓના બાળકોમાં નીરજ સૌથી મોટો છોકરો છે. આ કારણે તે બધાનો લાડકો હતો. અમે ખેડૂતો છીએ, શરૂઆતથી ઘરમાં ગાય-ભેંસ રહી છે. તેથી દૂધ, દહીં, માખણની અછત નહોતી. મારી માતા નાનપણથી જ તેને પુષ્કળ દૂધ, દહીં અને માખણ ખવડાવતી હતી. 14 વર્ષની ઉંમરે નીરજનું વજન 70 કિલોથી વધુ હતું.
કુર્તો-પાયજામો પહેરવાના કારણે બધા નીરજને સરપંચ કહેતા હતા
ભીમ ચોપરા આગળ જણાવે છે કે, ‘નીરજ પેન્ટ-શર્ટને બદલે કુર્તા-પાયજામા પહેરતો હતો. આ કારણથી ગામના બાળકો તેને સરપંચ કહેતા હતા. દૂધ, ઘી ખાઈ ખાઈને તે જાડો થઈ ગયો હતો. ઉંમર પ્રમાણે વજન વધવા લાગ્યું ત્યારે અમે ચિંતામાં પડી ગયા. આખો પરિવાર બેસીને ચર્ચા કરતો હતો કે તેનું શરીર આ રીતે બગડશે. તેની ક્યાંક ટ્રેનિંગ કરાવીએ જેથી તેનું શરીર આકારમાં આવે. આ દેખાવમાં થોડો ઠીક લાગે. અમે તેને કહ્યું કે હવે જઈને જીમ જોઇન કર. પછી તેણે જીમ જવાનું શરૂ કર્યું.
‘તે પાણીપત ગયો અને જીમમાં જોડાયો. પાણીપતમાં શિવાજી સ્ટેડિયમ છે, તેની બાજુમાં નીરજનું જીમ હતું. તે નાનો હતો એટલે અમે તેને મૂકવા જતા હતા. ઘણી વખત એવું બન્યું કે અમને જીમ પહોંચવામાં મોડું થઈ જાય. આવી સ્થિતિમાં તે ગ્રાઉન્ડમાં બેસીને અમારી રાહ જોતો હતો.
‘એકવાર તે સ્ટેડિયમમાં બેઠો હતો. સામે કેટલાક છોકરાઓ જેવલિન થ્રોની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આમાથી એક જયવીરે નીરજને કહ્યું કે આવ, એકવાર ટ્રાય કર. નીરજે પ્રથમ વખતમાં જ જેવલિનનો પરફેક્ટ અને ઘણો દૂર થ્રો કર્યો. જયવીરે તેને જેવલિન થ્રોની સલાહ આપી. નીરજ પણ આ રમતમાં મગ્ન થઈ ગયો. તેણે પંચકુલામાં જઈને પ્રેક્ટિસ કરી. પછી તે નેશનલ કેમ્પમાં જતો રહ્યો.’
ઓલિમ્પિક પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે નીરજને માંસપેશીઓમાં ખેંચ આવી હતી. તેમણે જુલાઈમાં યોજાયેલી ડાયમંડ લીગમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ અંગે તેમના કાકા ભીમ ચોપરા કહે છે કે, ડાયમંડ લીગ પહેલાથી જ તેના કેલેન્ડરમાં ન હતી. આ તો કોઈએ અફવા ફેલાવી દીધી કે નીરજ ફિટ નથી. નીરજ એકદમ ફિટ છે અને પેરિસ ઓલિમ્પિકમાં ન માત્ર રમશે પણ મેડલ પણ લાવશે.
માતાએ કહ્યું- બાળકો સરપંચ કહેતા તો નીરજ ચિડાઈ જતો, તેમની સાથે ઝઘડી લેતો હતો
માતા સરોજ નીરજના બાળપણના દિવસોને યાદ કરતાં કહે છે, ‘બાળપણમાં તેનું વજન તેની ઉંમરના બાળકો કરતાં ઘણું વધારે હતું. ગામના બાળકો તેને સરપંચ કહેતા હતા. ઘણી વખત નીરજ મારી પાસે આવતો અને બાળકો વિશે ફરિયાદ કરતો. ત્યારે હું તેને સમજાવતી કે કોઈ વાંધો નહીં, બાળકો કહેતા હોય તો કહેવા દે.
નીરજ જીતશે તો માતા PM મોદીને ચૂરમા મોકલશે
સરોજ કહે છે, ‘છેલ્લી વખતે જ્યારે નીરજે ગોલ્ડ જીત્યો હતો ત્યારે મેં ચૂરમા તૈયાર કરીને PM મોદીને મોકલ્યો હતો. આ વખતે પણ પુત્ર પાસેથી મેડલની અપેક્ષા છે. જો નીરજ મેડલ જીતશે તો હું ફરીથી ચૂરમા બનાવીને PM મોદીને મોકલીશ. જો કે ટોકિયો ઓલિમ્પિક બાદ મોકલવામાં આવેલ ચૂરમા બગડી ગયો હતો.
તે જ સમયે, નીરજના દાદા ધર્મ સિંહને વિશ્વાસ છે કે નીરજ ટોકિયો બાદ પેરિસમાં પણ ગોલ્ડ જીતશે.
નીરજે પહેલીવાર જે ભાલો ફેંક્યો, તે આજે પણ મિત્ર પાસે
નીરજે પહેલીવાર ભાલો ફેંક્યો હતો, ત્યારે શિવાજી સ્ટેડિયમમાં સની સરદાર પણ હાજર હતા. તે કહે છે, ‘હું અને જયવીર અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓ સાથે સ્ટેડિયમમાં જેવલિન થ્રોની પ્રેક્ટિસ કરતા હતા. જીમમાંથી ફ્રી થયા પછી નીરજ અમને સ્ટેડિયમમાં જોતો હતો. એક દિવસ આમ જ અમે તેના હાથમાં ભાલો પકડાવી દીધો.
‘નીરજે થ્રો કર્યો, તેની જેવલિન રિલીઝ કરવાની સ્ટાઇલ ખૂબ સારી હતી. આ જોઈને જયવીરે અમને કહ્યું પણ હતું, આ છોકરો કંઈક કરી શકે છે. તેણે નીરજને સમજાવ્યું કે અમારી સાથે પ્રેક્ટિસ કર, નીરજે તેની વાત માની અને રેગ્યુલર આવવા લાગ્યો.
સની સરદાર એક જેવલિન બતાવીને દાવો કરે છે કે આ એ જ જેવલિન છે જે નીરજે પહેલીવાર થ્રો કર્યો હતો. સની કહે છે, ‘મેં આ જેવલિનને સાચવીને રાખી છે. આ હવે પ્રેક્ટિસ કરવા યોગ્ય નથી. ઘણા થ્રોઅરે પ્રેક્ટિસ માટે આ જેવલિન મારી પાસેથી માંગી, પરંતુ મેં તેમને આપી નથી.
ફિટનેસ ટ્રેનરે કહ્યું- નીરજ ખૂબ જ શરમાળ હતો
જિતેન્દ્ર જગલાન નીરજને જીમમાં તાલીમ આપતા હતા. તે કહે છે, ‘નીરજ મારી પાસે આવ્યો, ત્યારે તેનું વજન ઘણું વધારે હતું. તે ખૂબ જ શરમાળ હતો. અઠવાડિયામાં અમુક દિવસો હું તેને જીમમાં કસરત કરાવતો અને અમુક દિવસો હું તેને સ્ટેડિયમમાં દોડવા લઈ જતો. ત્યાં તેણે છોકરાઓને જેવલિન થ્રો કરતા જોયા, ત્યારે મને પૂછ્યું કે આ કઈ રમત છે. આ રીતે તે જેવલિન પસંદ કરવા લાગ્યો.
નીરજે જે જિમમાં ટ્રેનિંગ લીધી, ત્યાં હવે હોટલ
પાણીપતના સ્ટેડિયમની નજીક જે જીમમાં નીરજ વજન ઘટાડવા ગયા હતા, આજે ત્યાં એક હોટલ ચાલે છે. જીમ ટ્રેનર જિતેન્દ્ર જગલાન કહે છે કે થોડા વર્ષો પહેલા જીમ બંધ થઈ ગયું છે. હું હવે બાળકોને ગ્રાઉન્ડ પર જ વેઈટ ટ્રેનિંગ કરાવું છું.
નીરજની જીત બાદ હરિયાણામાં જેવલિન થ્રોની એકેડમી ખુલી
ટોકિયોમાં નીરજે ગોલ્ડ જીત્યા બાદ હરિયાણામાં જેવલિન થ્રોની ઘણી એકેડમી ખુલી ગઇ છે. નીરજના ગામમાં પણ નેશનલ લેવલના એથ્લેટ રહેલા જતીન ટ્રેનિંગ આપે છે. તે કહે છે, ‘આ સેન્ટર પર ન માત્ર ખંડરા, પણ અન્ય ગામોના બાળકો પણ પ્રેક્ટિસ કરવા આવે છે. અહીં 40થી વધુ બાળકો એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરે છે.
જતિન કહે છે, ‘ટોકિયો ઓલિમ્પિકમાં નીરજે મેડલ જીત્યા પછી અહીં દરેક બે ગામ પછી તમને એથ્લેટિક્સની એકેડમી મળી જશે.’
હરિયાણા એથ્લેટિક્સ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી અને હવે ઈન્ડિયન એથ્લેટિક્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી રાજકુમાર મિથન કહે છે, ‘હવે હરિયાણામાં સિંગલ ઈવેન્ટ એટલે કે જેવલિન માટે ઘણી ખાનગી એકેડમી ખુલી ગઇ છે. હરિયાણા સરકાર પંચકુલામાં ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહી છે. કરનાલ, રોહતક, હિસાર સહિત ઘણી જગ્યાએ સેન્ટર ખુલી ગયા છે. જેમાં 40થી વધુ બાળકો તાલીમ લે છે.