દુબઈ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સિઝનની ફાઈનલ મેચ આવતા વર્ષે 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. ICCએ મંગળવારે ટાઈટલ મેચની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. 16 જૂનને અરિઝર્વ-ડે તરીકે રાખવામાં આવ્યો છે.
લંડનનું લોર્ડ્સ સ્ટેડિયમ પ્રથમ વખત WTC ફાઈનલની યજમાની કરવા જઈ રહ્યું છે. ફાઈનલ પોઈન્ટ ટેબલની ટોપ-2 ટીમ વચ્ચે રમાશે. હાલમાં ભારતીય ટીમ 68.52 ટકા પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા (62.50%) બીજા સ્થાને છે.
ICC એ X પોસ્ટથી WTC ફાઈનલની તારીખ અને સ્થળની જાહેરાત કરી…
WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર-1 પર
ભારત હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ભારતની 68.52% પોઈન્ટ ટકાવારી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 62.50% પોઈન્ટ ટકાવારી સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી જીતીને આ WTC સાયકલમાં તેની ત્રીજી જીત નોંધાવી છે. ટીમના હવે 6 ટેસ્ટમાં 3 જીત અને 3 હારથી 33 પોઈન્ટ છે. ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને શ્રીલંકાને પાછળ છોડી ગઈ છે.
શ્રીલંકા 33.33% પોઈન્ટ સાથે સાતમા, પાકિસ્તાન 22.22% પોઈન્ટ સાથે આઠમા અને વેસ્ટ ઈન્ડીઝ 18.52% પોઈન્ટ સાથે નવમા ક્રમે છે.
ઇંગ્લેન્ડ ત્રીજી વખત WTC ફાઈનલની યજમાની કરશે
ઇંગ્લેન્ડ ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની યજમાની કરવા જઈ રહ્યું છે. ચેમ્પિયનશિપની પ્રથમ ફાઈનલ સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ મેદાનમાં રમાઈ હતી, જ્યારે બીજી ફાઈનલ લંડનના ઓવલ મેદાનમાં યોજાઈ હતી.
ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયા બન્ને વખત રનરઅપ રહી
ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની બંને ફાઈનલમાં પહોંચી હતી. જોકે ટીમને બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો. 2021માં રમાયેલી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપની ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડે 8 વિકેટે હરાવ્યું હતું. જ્યારે 2023માં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની આગેવાનીની ભારતીય ટીમને 209 રનથી હરાવ્યું હતું.
કેન વિલિયમસનની આગેવાની હેઠળ ન્યૂઝીલેન્ડે પ્રથમ WTC ખિતાબ જીત્યો હતો.