1 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2025નું મેગા ઓક્શન આજે થઈ રહ્યું છે અને બીજો દિવસ આવતીકાલે થશે. આ ઇવેન્ટ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ રહી છે. ઓક્શનમાં 577 ખેલાડીઓ છે, જોકે 10 ટીમમાં માત્ર 204 ખેલાડીઓની જ જગ્યા ખાલી છે. મેગા ઓક્શનમાં 2 ભારતીય ક્રિકેટર IPL ઈતિહાસના સૌથી મોટા ખેલાડી બની ગયા છે. નંબર વન પર રિષભ પંત છે જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ક્રિકેટર છે. દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજા નંબરે કેપ્ટન અને બેટર શ્રેયસ અય્યર છે, જેણે ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. શ્રેયસને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો.
જોકે આ બધા વચ્ચે ટીમના માલિકો અને સ્ટાર્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તે પછી હૈદરાબાદની માલિક કાવ્યા મારન હોય, કે પછી મુંબઈના આકાશ અંબાણી અને નીતા અંબાણી હોય કે પછી પંજાબની માલિક પ્રિટી ઝિંટા હોય…તેમના એક્સપ્રેશન કેમેરામાં કેદ થયા છે. નીચેના ફોટોઝમાં તમે જોઈ શકો છો…
શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં ખરીદ્યા પછી પંજાબનો કેમ્પમાં માહોલ કંઈક આવો હતો. (ફોટો ક્રેડિટ- IPL/BCCI/Jio Cinema/ Star Sports).
એક્ટ્રેસ પ્રિટી ઝિંટા પણ IPL ઓક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની. (ફોટો ક્રેડિટ- IPL/BCCI/Jio Cinema/ Star Sports).
CSK તરફથી હેડ કોચ અને ન્યૂઝીલેન્ડનો પૂર્વ ક્રિકેટર સ્ટીવન ફ્લેમિંગ. (ફોટો ક્રેડિટ- CSK/IPL/BCCI).
મુંબઈ તરફથી ઓક્શનમાં આકાશ અંબાણી, નિતા અંબાણી અને શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર અને MIનો હેડ કોચ મહેલા જયવર્ધને હાજર રહ્યા હતા. (ફોટો ક્રેડિટ- IPL/BCCI/Jio Cinema/ Star Sports).
હૈદરાબાદની માલિક કાવ્યા મારન. (ફોટો ક્રેડિટ- IPL/BCCI/Jio Cinema/ Star Sports).
ટીમની માલિક કાવ્યા મારન આજના ઓક્શનમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. (ફોટો ક્રેડિટ- IPL/BCCI/Jio Cinema/ Star Sports).
છેલ્લી ઘડીએ ખેલાડી માટે લગાવેલી બોલી પછી ખુશ જણાતી કાવ્યા મારન. (ફોટો ક્રેડિટ- IPL/BCCI/Jio Cinema/ Star Sports).
દિલ્હીને કેએલ રાહુલ 14 કરોડમાં મળતા ટીમના લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓ ખુબ ખુશ જણાતા હતા, કારણ કે તેમને કેપ્ટન પણ મળી ગયો છે. (ફોટો ક્રેડિટ- IPL/BCCI/Jio Cinema/ Star Sports).