- Gujarati News
- Sports
- Cricket
- Rohit Sharma; India Vs New Zealand Mumbai Test Wankhede Wankhede Pitch Report And Conditions; Virat Kohli |gautam Gambhir| Ravichandran Ashwin
મુંબઈ4 કલાક પેહલા
- કૉપી લિંક
મુંબઈ ટેસ્ટમાં પ્રથમ દિવસથી જ સ્પિનરોનો દબદબો જોવા મળશે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ માટે રેન્ક-ટર્નર (પ્રથમ દિવસથી સ્પિનરો માટે મદદરૂપ) પિચની માંગણી કરી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અજમાયેલા ફોર્મ્યુલાને અનુસરવા માગે છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે પૂણે ટેસ્ટ માટે સ્પિન ફ્રેન્ડલી પિચ પણ તૈયાર કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝમાં 2-0થી પાછળ છે.
વાનખેડે પિચ કેવી રીતે વર્તશે?
- પુણેમાં સ્લો ટર્નિંગ પિચ બનાવવામાં આવી હતી, રેન્ક ટર્નર નહીં “આ રેન્ક ટર્નર પિચ હશે,” એક સોર્સે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું. ટીમ મેનેજમેન્ટે એવી પિચ તૈયાર કરવાનો અનુરોધ કર્યો છે, જે સ્પિનરોને પહેલા દિવસથી જ મદદ કરી શકે. એવું લાગે છે કે ટીમ અજમાવી અને ટેસ્ટ કરેલા ફોર્મ્યુલાને વળગી રહેવા માગે છે.
- વાનખેડે પર બેટિંગ કરવી મુશ્કેલ હશે વાનખેડે પિચ પર બેટિંગ કરવી મુશ્કેલ બનશે. કારણ કે લાલ માટીથી બનેલી આ પિચ પર સ્પિન અને બાઉન્સનું મિશ્રણ જોવા મળશે. અસામાન્ય ઉછાળો બેટર્સને પરેશાન કરી શકે છે.
- દરિયાઈ પવન મૂવમેન્ટમાં મદદ કરશે 29 ઓક્ટોબર સુધી પિચમાં ઘાસ ન હતું. અહીં ગ્રાઉન્ડ સ્ટાફ નિયમિતપણે છંટકાવથી પાણી છોડે છે. ઉપરાંત, પિચને સૂકવવા માટે ખુલ્લી છોડી દેવામાં આવી છે. મેચના પહેલા સેશનમાં સ્પિનરોને ટર્ન મળી શકે છે. ફાસ્ટ બોલરોને પણ થોડી મુવમેન્ટ મળશે.
પુણેમાં સ્લો ટર્નિંગ ટ્રેક હતો, અસામાન્ય ઉછાળો પણ પરેશાન કરતો પૂણે ટેસ્ટમાં કોઈ રેન્ક ટર્નર પિચ નહોતી. તે સ્લો ટર્નિંગ પિચ હતી. જોકે, જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ પિચમાં અસામાન્ય ઉછાળો આવવા લાગ્યો, જેણે ભારતીય બેટર્સને પરેશાન કર્યા. આ મેચમાં ભારતીય ટીમના 20માંથી 19 બેટર્સને કિવી સ્પિનરોએ આઉટ કર્યા હતા, જેમાંથી 13 વિકેટ એકલા મિચેલ સેન્ટનરે લીધી હતી. ભારતીય સ્પિનરોએ પણ આ મેચમાં 19 વિકેટ ઝડપી હતી. એક બેટર રન આઉટ થયો હતો.
ભારતીય સ્પિનરો પ્રભુત્વ જમાવી શકે છે ભારતીય સ્પિનરો વાનખેડેની પીચ પર પ્રભુત્વ જમાવી શકે છે. અહીં રવિચંદ્રન અશ્વિને 18.42ની એવરેજથી 38 વિકેટ લીધી છે. તે જ સમયે, રવીન્દ્ર જાડેજાએ તેની એકમાત્ર ટેસ્ટમાં 6 વિકેટ લીધી હતી.