સ્પોર્ટ્સ ડેસ્ક50 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોતાની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર યશ ધુલની હાર્ટ સર્જરી થઈ છે. અહેવાલો અનુસાર, યશના હૃદયમાં કાણું હતું. જોકે, હવે યશ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે અને દિલ્હી પ્રીમિયર લીગમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ તરફથી રમી રહ્યો છે.
યશના કોચ રાજેશ નાગરે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું, “નેશનલ ક્રિકેટ એકેડમીમાં સ્કેન દરમિયાન ખબર પડી કે યશના હૃદયમાં એક નાનું કાણું હતું. જેના કારણે તેને સર્જરી કરાવવી પડી. તે કોઈ મોટી સર્જરી નહોતી. તેને સાજા થવામાં લગભગ 10 થી 15 દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ હાલમાં તે 100 ટકા ફિટ નથી.
હવે યશ ધુલને NCA તરફથી રમવા માટે ફિટનેસનું પ્રમાણપત્ર મળ્યું છે. દિલ્હી પ્રીમિયર લીગમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સ સામેની મેચ બાદ યશ ધુલે કહ્યું, “કેટલીક વસ્તુઓ અગાઉ થઈ ચૂકી છે. હું સ્વસ્થ થઈને પરત ફર્યો છું. તેમાં થોડો સમય લાગી રહ્યો છે પરંતુ હું પોઝિટિવ છું અને મારી રમત માટે 100 ટકા આપીશ.”

યશ ધૂલ હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ તરફથી રમી રહ્યો છે.
યશની ડોમેસ્ટિક કારકિર્દી
દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર યશ ધુલ અત્યાર સુધીમાં 23 ફર્સ્ટ ક્લાસ મેચ, 19 લિસ્ટ A અને 19 T20 મેચ રમી ચૂક્યો છે. 40 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં તેણે 44.72ની એવરેજથી 1610 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 સદી અને 5 અડધી સદી ફટકારી હતી, જેમાં હાઇએસ્ટ સ્કોર 200* રન હતો. આ સિવાય લિસ્ટ Aની 16 ઇનિંગ્સમાં તેણે 49.00ની એવરેજથી 588 રન બનાવ્યા જેમાં 1 સદી અને 2 અડધી સદી સામેલ છે. T20ની બાકીની 18 ઇનિંગ્સમાં યશે 45.23ની એવરેજ અને 127.27ની સ્ટ્રાઇક રેટથી 588 રન બનાવ્યા છે.
અંડર-19 વર્લ્ડ કપ યશ ધુલની કેપ્ટનશિપમાં જીત્યો હતો
ICC અંડર-19 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે, ઇંગ્લિશ ટીમ 189 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, કારણ કે ઝડપી બોલર રાજ બાવાએ 5 અને રવિ કુમારે 4 વિકેટ લીધી હતી. આ સાથે જ યશની આગેવાનીમાં ટીમે 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 190 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ રીતે ભારતે 4 વિકેટે જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત એકમાત્ર અજેય ટીમ હતી જેણે તેની બધી (6) મેચ જીતી છે. તે જ સમયે, ઇંગ્લેન્ડે પાંચ મેચ જીતી હતી, જ્યારે ટીમ છઠ્ઠી (ફાઈનલ) મેચમાં હારી હતી.

અંડર-19 વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.