18 મિનિટ પેહલા
- કૉપી લિંક
લખનઉ સુપર જાયન્ટ્સની હાર બાદ ઓનર ટીમ કેપ્ટન કેએલ રાહુલ અને કોચ જસ્ટિન લંગર પર ભડક્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
બુધવારે હૈદરાબાદમાં રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં લખનઉએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 9.4 ઓવરમાં વિના વિકેટે 167 રન બનાવીને જીત મેળવી હતી.
મેચ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લખનઉના માલિક સંજીવ ગોયન્કા ટીમના કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન કેએલ રાહુલ પર નારાજ જોવા મળી રહ્યા છે.
વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે કેએલ રાહુલ સંજીવ ગોએન્કાની સામે ચુપચાપ ઊભા છે અને ગોએન્કા ગુસ્સામાં તેમને કંઈક કહેતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટના IPLની ઓફિશિયલ બ્રોડકાસ્ટર ચેનલ પર લાઈવ જોવા મળી હતી. રાહુલ બાદ ગોએન્કા પણ કોચ પર ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
આ ઘટના જોઈને કોમેન્ટેટરનું કહેવું હતું કે આવી વાતચીત ડ્રેસિંગ રૂમની અંદર બંધ રૂમમાં થવી જોઈએ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ચાહકો તેની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોએન્કાની આ વર્તણૂક યોગ્ય નથી.
હૈદરાબાદે લખનઉને 10 વિકેટે હરાવ્યું. જે બાદ લખનઉના માલિક નારાજ થઈ ગયા હતા.
મેચ બાદ કેએલ રાહુલે કહ્યું- જ્યારે તમે હારો છો ત્યારે તમારા નિર્ણય ઉપર સવાલ ઊભા થાય છે
મેચ પછી કેએલ રાહુલે કહ્યું કે જ્યારે તમે એકવાર હારવા લાગો છો ત્યારે તમારા લીધેલાં નિર્ણયો પર સવાલ ઊભા થવા લાગે છે. અમે 40-50 રન ઓછા બનાવ્યા. પાવર પ્લેમાં વિકેટ પણ ગુમાવી. આયુષ અને નિકોલસે સારી બેટિંગ કરીને અમને 166 રન સુધી પહોંચાડ્યા.
રાહુલે ટ્રૈવિસ હેડ અને અભિષેક શર્માના વખાણ કર્યા
રાહુલે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઇનિંગના વખાણ કર્યા. તેમણે કહ્યું કે આ રિયલ બેટિંગ હતી. બંનેએ પોતાની સિક્સ હિટિંગ સ્કિલ્સ પર આકરી મહેનત કરી છે.
જોકે, ટ્રૈવિસ હેડ અને અભિષેક શર્માએ 9.4 ઓવરમાં કોઈપણ નુકસાન વિના 167 રનની પાર્ટનરશિપ કરી. ટ્રૈવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા. તેમણે 30 બોલ પર 8 ચોગ્ગા અને 8 સિક્સરથી 89 રનની નોટઆઉટ ઇનિંગ રમી. ત્યાં જ અભિષેક શર્માએ 28 બોલ પર નોટઆઉટ 75 રન બનાવ્યા. તેમણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી.