9 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલાં આસિસ્ટન્ટ કોચ વિજય દહિયાએ લખનઉ સુપર જાયન્ટ્સ છોડી દીધી છે. વિજય દહિયા ગૌતમ ગંભીર અને એન્ડી ફ્લાવરની સાથે લખનઉની 2022માં IPLમાં પદાર્પણ કરીને ટીમમાં જોડાયો હતો. લખનઉ 2022 અને 2023 IPLમાં પ્લેઓફમાં પહોંચ્યું હતું.
વિજય દહિયાએ લખ્યું- હવે LSGને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે
વિજય દહિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણકારી આપી કે તે લખનઉ છોડી રહ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું- LSGને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. છેલ્લા બે વર્ષમાં લખનઉ સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. ટીમ LSG ઑલ ધ વેરી બેસ્ટ.
ગૌતમ ગંભીર અને એન્ડી ફ્લાવર પહેલેથી જ લખનઉ સુપર જાયન્ટ્સ છોડી ચૂક્યા છે
IPL 2024ના ઓક્શન પહેલાં જ ગૌતમ ગંભીર અને એન્ડી ફ્લાવરે ટીમ છોડી દીધી હતી. ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલા હતા. જ્યારે એન્ડી ફ્લાવર મુખ્ય કોચ હતા. લખનઉ છોડ્યા બાદ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયો છે.
ગૌતમ ગંભીર LSGનો મેન્ટર હતો અને વિજય દહિયા આસિસ્ટન્ટ કોચ હતો.
જસ્ટિન લેંગર LSGના નવા કોચ
લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2024 માટે જસ્ટિન લેંગરને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર શ્રીધરન શ્રીરામનો સહાયક કોચ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય પ્રવીણ તાંબે, મોર્ને મોર્કેલ અને જોન્ટી રોડ્સનો પણ કોચિંગ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.