- Gujarati News
- Sports
- Olympics
- Vinesh Phogat Weight Controversy; Paris Olympic 2024 | Wrestling Final, Vinesh Filed An Appeal Against The Disqualification
સ્પોર્ટ્સ ડેસ્ક59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાંથી પોતાની ડિસક્વોલિફિકેશન સામે અપીલ દાખલ કરી હતી. તેણે બુધવારે સાંજે સિલ્વર અપાવવા માટે કોર્ટ ઑફ આર્બિટ્રેશનઑફ સ્પોર્ટ્સમાં અપીલ કરી છે.
બુધવારે સવારે, વિનેશનું વજન તેના નિર્ધારિત 50 કિલોગ્રામની કેટેગરી કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ઓલિમ્પિક એસોસિયેશને તેને ફ્રી સ્ટાઇલ મહિલા રેસલિંગ માટે અયોગ્ય જાહેર કરી. ભારતીય ઓલિમ્પિક સંઘે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
હવે વિનેશ બુધવારે રાત્રે યોજાનારી 50 કિલોગ્રામ મહિલા કુસ્તીની ફાઇનલ રમી શકશે નહીં. તેને કોઈ મેડલ પણ નહીં મળે. સૌથી મુશ્કેલ બાબત એ છે કે આ નિર્ણયની અપીલ પણ કરી શકાતી નથી. વિનેશ પ્રથમ વખત 50 કિગ્રા વર્ગમાં રમી રહી હતી. પહેલા તે 53 કિગ્રામાં રમતી હતી.
ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે કોચ વિજય દહિયા તેને મળવા આવ્યા તો વિનેશે તેને કહ્યું – ‘તે ખરાબ નસીબ હતું કે અમે મેડલ ચૂકી ગયા, પરંતુ આ રમતનો એક ભાગ છે.’
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ પીટી ઉષાને રેસલરને મદદ કરવા માટેના રસ્તાઓ શોધવા કહ્યું છે. પીએમએ ઉષાને આ મામલે વિરોધ નોંધાવવા પણ કહ્યું છે.
વિનેશ ફોગાટની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશ ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી.
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પેરિસની હોસ્પિટલમાં દાખલ વિનેશ ફોગાટ સાથે મુલાકાત કરી.
ડોક્ટરે કહ્યું- વજન ઘટાડવા માટે આખી રાત કસરત કરતી રહી
ભારતીય ઓલિમ્પિક ટીમના ડોક્ટર દિનશા પૌડીવાલાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે વિનેશ અને તેના કોચને મંગળવારે રાત્રે જ તેના વધારાના વજન વિશે જાણ થઈ. આ પછી, વિનેશ આખી રાત ઊંઘી ન હતી અને તેનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે જોગિંગ, સ્કિપિંગ અને સાયકલ ચલાવવા જેવી કસરતો કરતી રહી.
ડોક્ટર પૌડીવાલાએ જણાવ્યું કે વિનેશે તેના વાળ અને નખ પણ કાપી નાખ્યા હતા. આમ છતાં તેનું વજન ઘટ્યું ન હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમે વિનેશને થોડો વધુ સમય આપવાની માગ કરી હતી, પરંતુ તેમની માગ સાંભળવામાં આવી ન હતી.
IOAએ કહ્યું- આખી રાત પ્રયાસો છતાં વજન થોડા ગ્રામ વધુ રહ્યું
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)એ કહ્યું- તે ખૂબ જ અફસોસજનક છે કે વિનેશ ફોગાટ વધુ વજન હોવાના કારણે મહિલા રેસલિંગની 50 કિગ્રા કેટેગરીમાં અયોગ્ય છે. આખી રાત પ્રયત્નો કરવા છતાં, સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. અમે તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. ભારતીય ટીમ આ અંગે વધુ ટિપ્પણી કરશે નહીં. અમે આગામી સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.
વિનેશનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આખી રાત કસરતથી વજન ઘટાડવાનો પ્રયાસ કરતી રહી.
ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર
વિનેશ મંગળવારે 3 મેચ જીતીને 50 કિગ્રા રેસલિંગની ઓલિમ્પિકની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલરજ બની. તેણે સેમિફાઈનલમાં ક્યુબાની રેસલર ગુઝમેન લોપેઝને ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચ અને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્જ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી.
હવે વિનેશના સ્થાને ક્યુબાની રેસલર ફાઈનલ રમશે જે વિનેશની સામે હારી ગઈ હતી
વિનેશ બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે સ્પર્ધા કરવાની હતી. ઓલિમ્પિકના નિયમો અનુસાર, હવે વિનેશને બદલે ક્યુબાની ગુઝમેન લોપેઝ, જે સેમિફાઈનલમાં તેની સામે હારી ગયો હતો. તે હવે ફાઈનલ રમશે.
તસવીરોમાં વિનેશની 3 મેચ, જે તેણે મંગળવારે જીતી હતી
મંગળવારની પ્રથમ મેચ: પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન યુઇ સુસાકી (જાપાન) ને 3-2થી હરાવી. આ પછી તે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.
મંગળવારની બીજી મેચ: ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનિયન રેસલર ઓક્સાના લિવાચને હરાવી. આ જીત સાથે વિનેશ સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી.
મંગળવારની ત્રીજી મેચ: સેમિફાઈનલમાં ક્યુબાની ગુઝમેન લોપેઝને હરાવી. તે ઓલિમ્પિકની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય રેસલર બની હતી.
ટોકિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલ હારી, ઈજાના કારણે રિયોની બહાર થઈ ગઈ હતી
વિનેશ ફોગાટની આ ત્રીજી ઓલિમ્પિક છે. ઈજાના કારણે તે 2016 રિયો ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી, તે 2020 ટોકિયો ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં તેની એકપણ મેચ હારી નથી. મંગળવારે ફાઈનલમાં પહોંચ્યા બાદ મેડલ નિશ્ચિત માનવામાં આવતો હતો.
PMએ સોશિયલ મીડિયા પર લખ્યું- વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો
આ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું- વિનેશ, તું ચેમ્પિયન ઓફ ચેમ્પિયન છે. તમે ભારતના લોકો માટે ગૌરવ અને પ્રેરણા છો. આજના આઘાતથી દુઃખ થાય છે. હું ઈચ્છું છું કે શબ્દો હું અનુભવી રહ્યો છું તે નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે. હું જાણું છું કે તમે પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશો, આવો તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત પાછા આવો. અમે બધા તમારી સાથે છીએ.
કુસ્તી સંઘના તત્કાલીન પ્રમુખ બ્રજ ભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલનમાં સામેલ હતી
વિનેશ એ જ રેસલર છે જેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ બીજેપી સાંસદ બ્રજ ભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. મહિલા રેસલર્સના યૌન શોષણના વિરોધમાં વિનેશને દિલ્હીની સડકો પર ખેંચી જવાની તસવીરો પણ વાઇરલ થઈ હતી.
પેરિસ ઓલિમ્પિક સિલેક્શન ટ્રાયલ્સને લઈને ઘણો હોબાળો થયો હતો. રેસલર અંતિમ પંઘાલની પસંદગીને કારણે, વિનેશે તેની મૂળ 53 કિલો વજનની કેટેગરી છોડી દેવી પડી અને તેનું વજન ઘટાડીને 50 કિલોગ્રામની કેટેગરી કરી.
ફાઈનલમાં પહોંચતા જ મહાવીર ફોગાટે કહ્યું હતું- આ બ્રિજ ભૂષણના મોઢા પર થપ્પડ છે
ઓલિમ્પિકમાંથી બહાર થતા પહેલા વિનેશના કાકા દ્રોણાચાર્ય અવોર્ડી મહાવીર ફોગાટે કહ્યું હતું કે, ‘વિનેશ પ્રથમ ફાઈટમાં વર્લ્ડ ચેમ્પિયન યુઈ સુસાકીને હરાવીને ગોલ્ડ મેડલની દાવેદાર બની હતી. આ વખતે વિનેશ ગોલ્ડ મેડલ લાવશે તેવી પૂરી આશા છે. વિનેશે જે કર્યું તે બ્રિજ ભૂષણ શરણ સિંહના મોઢા પર થપ્પડ છે. બ્રિજભૂષણ હરાવવા માટે સખત મહેનત કરી રહ્યા હતા, પરંતુ વિનેશની મહેનત રંગ લાવી છે.