મુંબઈ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ રવિવારે રાત્રે એટલે કરવા ચોથનાં દિવસે અમેરિકન સિંગર કૃષ્ણા દાસના કીર્તનમાં હાજરી આપી હતી. ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટ હાર્યા બાદ વિરાટ સીધો મુંબઈ ગયો અને આ કાર્યક્રમમાં ભાગ લીધો.
આ સમારોહના આયોજકોએ સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરતા લખ્યું- વિરાટ અને અનુષ્કા મુંબઈમાં કૃષ્ણા દાસ લાઇવમાં અમારી સાથે સામેલ થયા, આશીર્વાદ લીધા અને શાંત વાતાવરણનો આનંદ લીધો. તેમની હાજરીએ સામૂહિક ભક્તિને પ્રોત્સાહન આપ્યું, જેનાથી આ સભા વધુ ખાસ બની ગઈ.
બેંગલુરુ ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગમાં વિરાટ કોહલીએ 70 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસના છેલ્લા બોલ પર તે આઉટ થયો હતો. તે પ્રથમ દાવમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
આયોજકોએ એક્સ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી

જુઓ કાર્યક્રમની કેટલીક તસવીરો
કીર્તન દરમિયાન વિરાટ અને અનુષ્કા હસતા જોવા મળ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ કોહલી મુંબઈ જવા રવાના થયો હતો.
લંડનમાં પણ કૃષ્ણદાસનાં કીર્તનમાં ભાગ લીધો હતો આ પહેલીવાર નથી જ્યારે વિરાટ અને અનુષ્કાએ કૃષ્ણ દાસ કીર્તનના લાઈવ શોમાં ભાગ લીધો હોય. આ પહેલા તેણે જુલાઈમાં લંડનમાં આયોજિત શોમાં ભાગ લીધો હતો.

વિરાટ અને અનુષ્કા વૃંદાવન અને ઉજ્જૈન જઈ ચૂક્યા છે વિરાટ અને અનુષ્કા 2 વર્ષ પહેલા વૃંદાવન પહોંચ્યા હતા. તેઓ બાબા નીમ કરોલી અને પ્રેમાનંદ મહારાજના દર્શન માટે આવ્યા હતા. એકવાર તેઓ ઉજ્જૈન પહોંચ્યા અને મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો.
કોહલી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
કોહલીએ ડી વિલિયર્સ માટે પત્ર લખ્યો:ICC હોલ ઑફ ફેમમાં સામેલ થવા પર સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર ગણાવ્યો; કૂક અને નીતુનો પણ સમાવેશ

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સ માટે પત્ર લખ્યો છે. કોહલીએ આ પત્ર ડી વિલિયર્સને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા બાદ લખ્યો હતો. ડી વિલિયર્સને બુધવારે ઇંગ્લેન્ડના દિગ્ગજ એલિસ્ટર કૂક અને ભારતની નીતુ ડેવિડ સાથે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો