- Gujarati News
- Sports
- Cricket
- Virat Kohli, IND Vs ENG 1st ODI In Nagpur LIVE Score Updates | Rohit Sharma | Jos Buttler | Joe Root | Ravindra Jadeja
સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝની પહેલી મેચ આજે રમાશે. આ મેચ ગુરુવારે નાગપુરના વિદર્ભ સ્ટેડિયમ ખાતે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ આ મેદાન પર પહેલીવાર વન-ડે મેચ રમશે.
T20 સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમને 4-1થી હરાવ્યા બાદ ભારતીય ટીમ મોમેન્ટમમાં ગતિ આવી ગઈ છે. ગયા વર્ષે ટીમે ફક્ત 3 વન-ડે રમી હતી. 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ સિરીઝ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, કેપ્ટન રોહિત શર્માએ આ સિરીઝમાંથી જ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્લેઇંગ કોમ્બિનેશન નક્કી કરવું પડશે.
મેચની ડિટેઇલ્સ, પહેલી વન-ડે તારીખ: 6 ફેબ્રુઆરી વેન્યૂ: વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન, નાગપુર સમય: ટૉસ: બપોરે 1:00 વાગ્યે, મેચ શરૂ: 1:30 વાગ્યે
વરુણ ચક્રવર્તી ડેબ્યૂ કરી શકે છે મંગળવારે, મેચના બે દિવસ પહેલા, મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમ ઈન્ડિયાની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે નાગપુરમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરી. T20 શ્રેણીમાં વરુણ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો, તેણે 14 વિકેટ લીધી હતી. તેને નાગપુરમાં તક મળી શકે છે. દરમિયાન, છેલ્લી મેચમાં ટીમનો ભાગ રહેલા જસપ્રીત બુમરાહને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. BCCIએ વરુણને ઉમેર્યા બાદ જાહેર કરાયેલી ટીમમાં બુમરાહનું નામ નથી.
ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ-11ની જાહેરાત કરી બુધવારે જ ઇંગ્લિશ ટીમે તેની પ્લેઇંગ-11ની જાહેરાત કરી. ઇંગ્લેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા X પર લખ્યું, જો રૂટ 2023 પછી ટીમમાં પરત ફરી રહ્યો છે.
પ્રથમ વન-ડે માટે ઇંગ્લેન્ડ ક્રિકેટની પોસ્ટ.
વિરાટ 14 હજાર રનની નજીક છે સ્ટાર બેટર વિરાટ કોહલી ODI ક્રિકેટમાં 14 હજાર રન બનાવવાની નજીક છે. તેના નામે હાલમાં 295 મેચમાં 13906 રન છે. શ્રેણીમાં 94 રન બનાવતાની સાથે જ તે 14,000 રનનો આંકડો પાર કરી લેશે. તે આવું કરનાર ત્રીજો ખેલાડી બનશે. વિરાટ પહેલા સચિન તેંડુલકર અને કુમાર સંગાકારાએ 14 હજાર રન બનાવ્યા છે.
ભારતે 58 મેચ જીતી 1974થી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 107 વન-ડે મેચ રમાઈ છે. આમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ટીમે 58માં ઇંગ્લેન્ડને હરાવ્યું છે.
રોહિતે ઇંગ્લેન્ડ સામે 49 ની સરેરાશથી રન બનાવ્યા ભારતીય કેપ્ટન અને બેટર વિરાટ કોહલી ભલે ખરાબ ફોર્મમાં હોય, પરંતુ બંને ખેલાડીઓનો ઇંગ્લેન્ડ સામે શાનદાર રેકોર્ડ છે. વિરાટે 36 મેચમાં 42 ની સરેરાશથી 1340 રન બનાવ્યા છે, જ્યારે રોહિતે 49 ની સરેરાશથી 724 રન બનાવ્યા છે.
જાડેજાએ 39 વિકેટ લીધી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડ સામે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 26 મેચમાં 39 વિકેટ લીધી છે, જ્યારે 2023 પછી ભારતીય ODI ટીમમાં કમબેક કરી રહેલા મોહમ્મદ શમીએ 15 મેચમાં 25 વિકેટ લીધી છે.
રૂટે ભારત સામે 739 રન બનાવ્યા 2023ના વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ જો રૂટને ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત સામે તેની પસંદગી કરવામાં આવી છે. તેણે ભારત સામે 22 મેચમાં લગભગ 44 ની સરેરાશથી 739 રન બનાવ્યા છે.
રશીદની સ્પિન ભારી પડી શકે છે સ્પિનર આદિલ રશીદે ભારત સામે સારું પ્રદર્શન કર્યું છે. તે પોતાની સ્પિન બોલિંગના કારણે મોટા બેટર્સને પરેશાન કરી રહ્યો છે. તેણે 9 મેચમાં 11 વિકેટ લીધી છે. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર માર્ક વુડે પણ 8 વિકેટ લીધી છે.
ટૉસ રોલ અને પિચ રિપોર્ટ નાગપુરની પિચ મોટે ભાગે બેટર્સની તરફેણમાં રહે છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 288 રન છે. આવી સ્થિતિમાં, પ્રથમ વન-ડે હાઇ-સ્કોરિંગ બની શકે છે. મેચમાં સ્પિનરોને મદદ મળી શકે છે. વિદર્ભ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 9 મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 3 મેચ જીતી છે જ્યારે ચેઝ કરનારી ટીમે 6 મેચ જીતી છે.
અહીં પહેલી મેચ 2009માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. વિદર્ભ સ્ટેડિયમમાં છેલ્લી મેચ પણ 2019માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જે ભારતે 8 રનથી જીત્યું. જે પણ ટીમ ટૉસ જીતશે તે બોલિંગ કરવાનું પસંદ કરશે.
હવામાન અપડેટ 45 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા નાગપુર સ્ટેડિયમમાં ગુરુવારે વરસાદની શક્યતા ઓછી છે. પહેલી વન-ડે ડે-નાઈટ રમાશે. આવી સ્થિતિમાં, મેચની શરૂઆતમાં તાપમાન 30 ડિગ્રીથી નીચે અને રાત્રે 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારતની સંભવિત પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર/કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
ઇંગ્લેન્ડની જાહેર કરાયેલી પ્લેઇંગ-11 ટીમ: જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.
તમે મેચ ક્યાં જોઈ શકો છો? તમે સ્ટાર સ્પોર્ટ્સ ટીવી પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ODI મેચ જોઈ શકો છો. આ મેચ ડિઝની હોટસ્ટાર એપ પર ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ માટે તમે દિવ્ય ભાસ્કર એપને ફોલો કરી શકો છો.