- Gujarati News
- Sports
- Cricket
- Virat Kohli; India Vs New Zealand Bengaluru 1st Test DAY 3 LIVE Score Updates | Rohit Sharma R Ashwin Bumrah Jadeja Kuldeep
સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે અને પ્રથમ સેશનની રમત ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્ર અને ક્રિઝ પર છે.
ટોમ બ્લંડેલ 5 રન બનાવીને આઉટ થયો હતો. તે બુમરાહની બોલિંગમાં સ્લિપમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. ડેરીલ મિચેલ 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડેવોન કોનવે 91 રન, વિલ યંગ 33 અને ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયા હતા. રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.
બેંગલુરુ ટેસ્ટનો બીજો દિવસ ન્યૂઝીલેન્ડના નામે રહ્યો હતો. કીવી ટીમે પહેલી ઇનિંગમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ત્યારબાદ સ્ટમ્પ સુધી 3 વિકેટે 180 રન થયા હતા. 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. ગુરુવારે, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજા દિવસે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ લીધી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડ (NZ): ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને વિલિયમ ઓરર્કે.

લાઈવ અપડેટ્સ
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
બુમરાહ ટેસ્ટમાં 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જસપ્રીત બુમરાહ 2024માં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે બોલર રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો. બ્લંડેલના આઉટ થતાની સાથે જ બુમરાહના નામે આ વર્ષે 39 વિકેટ છે જ્યારે અશ્વિનના નામે 38 વિકેટ છે.
10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડની પાંચમી વિકેટ પડી, બ્લંડેલ આઉટ
ન્યૂઝીલેન્ડે પાંચમી વિકેટ ગુમાવી છે. જસપ્રીત બુમરાહે ટોમ બ્લંડેલને કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. બ્લંડેલ 5 રન બનાવીને આઉટ થયો હતો. તે ગુડ લેન્થ બોલને સ્ટમ્પ પાસે ડિફેન્ડ માંગતો હતો. પરંતુ એડ્જ વાગતા બોલ બીજી સ્લિપમાં ઉભેલા કેએલ રાહુલ પાસે ગયો. રાહુલે ભૂલ ન કરી અને સરળતાથી કેચ કરી લીધો.

35 મિનિટ પેહલા
- કૉપી લિંક
રચિનના ચોગ્ગાની મદદથી ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર
ન્યૂઝીલેન્ડની ટીમે 200 રનનો આંકડો પાર કરી લીધો છે. 57મી ઓવરમાં રચિને સિરાજના બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધો હતો.
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડની લીડ 150ને પાર
ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ઇનિંગમાં 150થી વધુ રનની લીડ મેળવી લીધી છે. ટીમનો સ્કોર 198/4 છે. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિરાજે દિવસની પહેલી વિકેટ અપાવી, ડેરીલ મિચેલ આઉટ
મોહમ્મદ સિરાજે ભારતને દિવસની પ્રથમ વિકેટ અપાવી છે. તેણે ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ બોલ નાખ્યો. ગલી પર ઉભેલા જયસ્વાલે મિચેલનો કેચ કર્યો હતો.

52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ત્રીજા દિવસની રમત શરૂ થઈ, રચિને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. રચિન રવીન્દ્ર સ્ટ્રાઈક પર છે, જ્યારે રોહિત શર્માએ સિરાજને બોલ સોંપ્યો છે. રચિને દિવસના પહેલા જ બોલે સિરાજના મિડલ સ્ટમ્પ પર નાખેલા ફુલ લેન્થ બોલ પર ચોગ્ગો ફટકાર્યો.
53 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંત નહીં રમી શકે, BCCIએ માહિતી આપી
રિષભ પંત આજે પણ નહીં રમી શકે. તેની જગ્યાએ ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરશે. પંતની ઈજા અંગે માહિતી આપતાં BCCIએ કહ્યું- પંત ત્રીજા દિવસે વિકેટકીપિંગ નહીં કરે. મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે.
03:42 AM18 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
મુરલી કાર્તિકે પીચ રિપોર્ટમાં કહ્યું- ઝડપી બોલરોને મદદ મળશે
મુરલી કાર્તિકે પિચ રિપોર્ટમાં કહ્યું કે બેંગલુરુમાં તડકો છે. પ્રારંભિક ઓવરોમાં ઝડપી બોલરોને મદદ મળી શકે છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ સ્પિનરોને સપાટી પરથી મદદ મળવા લાગશે.
03:41 AM18 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
ટીમ હર્ડલ
03:41 AM18 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
પહેલી જ ટેસ્ટમાં કિવી ટીમ ડ્રાઇવિંગ સીટ પર
બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ સંપૂર્ણ રીતે ન્યૂઝીલેન્ડના નામે રહ્યો હતો. ટીમે પહેલી ઇનિંગમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યું હતું. એ બાદ દિવસની રમતના અંતે 3 વિકેટે 180 રન થયા હતા. આ રીતે ટીમને 134 રનની લીડ મળી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

03:40 AM18 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
પહેલા દિવસની રમત રદ થઈ હતી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના પ્રથમ દિવસની રમત રદ થઈ છે. બેંગલુરુમાં બુધવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કર્યા બાદ દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…