સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી પારિવારિક કારણોસર સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યા છે. BCCIના એક સૂત્રએ શુક્રવારે પીટીઆઈને જણાવ્યું કે, સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે કોહલી સાઉથ આફ્રિકા પરત ફરે તેવી શક્યતા છે. Cricbuzzના રિપોર્ટ પ્રમાણે કોહલી 3-4 દિવસ પહેલા ભારત આવવા નીકળી ગયો હતો અને આજે રાત સુધીમાં સાઉથ આફ્રિકા પહોંચી જાય તેવી શક્યતા છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા પ્રેગનન્ટ હોવાની ખબરો વાઇરલ થઈ હતી.
દરમિયાન, ઋતુરાજ ગાયકવાડ બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી બંને ખેલાડીઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. પરંતુ ગાયકવાડ ઈજાના કારણે બહાર થઈ ગયા હોવાના અહેવાલ છે.
ગાયકવાડની રિંગ ફિંગરમાં ફ્રેક્ચર
સૂત્રના જણાવ્યા અનુસાર ઋતુરાજ ગાયકવાડ રિંગ ફિંગરમાં ફ્રેક્ચરને કારણે બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકા સામેની બીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ગાયકવાડને આંગળીમાં ઈજા થઈ હતી.
ઈશાન દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં નહીં રમે
ગાયકવાડ પહેલા વિકેટકીપર બેટર ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. વિકેટકીપર ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અંગત કારણોસર તેણે BCCI પાસે ભારતમાં રહેવાની પરવાનગી માંગી હતી, જેને BCCIએ મંજૂરી આપી હતી.
કેએસ ભરત હવે ઈશાનની જગ્યાએ ટીમનો ભાગ હશે. ભરત સિવાય કેએલ રાહુલ ટીમમાં અન્ય વિકેટકીપર છે. ઈશાન પહેલા ઝડપી મોહમ્મદ શમી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
શમી ફિટનેસ ટેસ્ટમાં ક્લિયર ન થવાને કારણે બહાર થઈ ગયો હતો
ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ લેનાર મોહમ્મદ શમી પણ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેને પગની ઘૂંટીમાં ઈજા છે અને વર્લ્ડ કપથી તેની સારવાર ચાલી રહી છે. ટીમના તમામ ખેલાડીઓ ટેસ્ટ સીરીઝ માટે 15 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા, શમીનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તે ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નથી, તેથી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
શમીની ગેરહાજરીમાં પ્રસિદ્ધ કૃષ્ણાને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પ્રથમ ટેસ્ટમાં બાકીના 2 ફાસ્ટ બોલર હશે. જો પીચ ઝડપી બોલર્સ માટે મદદરૂપ થશે તો શાર્દુલ ઠાકુર પણ ચોથો ફાસ્ટ બોલર બની શકે છે.
ભારતની ટેસ્ટ ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા અને કેએસ ભરત (વિકેટકીપર).