સ્પોર્ટ્સ ડેસ્ક36 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘કોહલી ગોઝ ડાઉન ધ ગ્રાઉન્ડ…કોહલી ગોઝ આઉટ ઑફ ધ ગ્રાઉન્ડ…’ ‘If there is one player in world cricket that you want in a run chase in any format, it is obviously Virat Kohli…’ આ શબ્દો તમે સાંભળેલા જ હશે. આ શબ્દો બીજા કોઈ માટે નહીં. પરંતુ ક્રિકેટના કિંગ કોહલી માટે બોલાયેલા છે. વિરાટ કોહલી…ક્રિકેટ જગતનું એક એવું નામ, જેણે વન-ડેમાં સૌથી વધુ સદીના સચિનના રેકોર્ડને તોડ્યો. એક સમય હતો, જ્યારે લાગતું કે સચિનનો રેકોર્ડ કોઈ તોડી નહીં શકે. પણ તેંડુલકરના રિટાયરમેન્ટ પછીના ખૂબ જ ઓછા વર્ષોમાં કોહલીએ અનેક વિરાટ પરાક્રમો કરી દેખાડ્યા.
વિરાટ કોહલી હવે તેની ક્રિકેટ કરિયરના છેલ્લા વર્ષોમાં છે. પણ આ દરમિયાન તેણે જે ક્રિકેટ રમ્યું છે, તેવું હવેના વર્ષોમાં ભાગ્યે જ કદાચ કોઈ રમશે. તેનામાં ક્રિકેટ પ્રત્યે પેશન, રન બનાવવાની ભૂખ, જીતવાની ઘેલછા અને તેની ફિટનેસ…આ જ કારણે તેને ક્રિકેટનો કિંગ કહેવાય છે.
આજે વિરાટ 36 વર્ષનો થયો છે. ત્યારે આજે આપણે કોહલીન ીત્રણેય ફોર્મેટમાં અને IPLમાં રમેલી ટૉપ-36 ઇનિંગ્સ ગ્રાફિક્સમાં જોઈશું…