3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિરાટ કોહલીએ રણજી મેચમાં ઉતરતા પહેલા મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરની દેખરેખ હેઠળ શનિવાર અને રવિવારે પ્રેક્ટિસ કરી હતી.
કોહલી 30 જાન્યુઆરીથી દિલ્હી અને રેલવે વચ્ચેની રણજી મેચમાં રમતા જોવા મળશે. તેણે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને આની જાણ કરી છે.
કોહલીની પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ સેશન દરમિયાન બાંગર કોહલીને 16 યાર્ડના અંતરથી થ્રો ડાઉન કરતા જોવા મળ્યા. તેમણે કોહલીને સતત વધતા બોલ પર પ્રેક્ટિસ કરાવી. કોહલી બેકફૂટ પ્લે પર વધુ કામ કરતો જોવા મળ્યો હતો. તે બોલ રમવા માટે પાછળની તરફ નમતો જોવા મળ્યો હતો.
કોહલીને ઓફ સ્ટમ્પની બહાર જતી બોલ પર પડી રહી છે મુશ્કેલી 36 વર્ષીય કોહલી ઓફ-સ્ટમ્પ એરિયાની અંદર અને બહાર પિચ કરાયેલા દડાઓ સામે ગંભીર ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર રમીને વિકેટ પાછળ કેચ થયા બાદ આઉટ થયો હતો.
BGT ટ્રોફી અને ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં ખરાબ પ્રદર્શન કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચોમાં માત્ર 190 રન જ બનાવી શક્યો હતો, જેમાં પર્થમાં પ્રથમ ટેસ્ટમાં સદી સામેલ હતી. આ સિઝનમાં પાંચ હોમ ટેસ્ટ મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે 47 રનનો હતો. ન્યૂઝીલેન્ડ સામે તે ત્રણ ટેસ્ટ મેચમાં 15.50ની એવરેજથી માત્ર 93 રન જ બનાવી શક્યો હતો.
BGT 2024-25 | ન્યૂઝીલેન્ડ સિરિઝ | વર્ષ 2024 | |
મેચ | 5 | 3 | 10 |
રન | 190 | 93 | 417 |
એવરેજ | 23.75 | 15.50 | 24.52 |
100/50s | 1/0 | 0/1 | 1/1 |
કોહલીએ તેની છેલ્લી મેચ 2012માં રમી હતી જ્યારે વિરાટ કોહલીની છેલ્લી રણજી ટ્રોફી મેચ 2012માં ઉત્તર પ્રદેશ સામે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 43 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલી ફરીથી દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં જોવા મળ્યો ન હતો.
BCCIએ તમામ BGT ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી BCCI દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ ખેલાડીઓએ દરેક કિંમતે ઘરેલુ સર્કિટમાં રમવાનું રહેશે, ત્યાર બાદ જ તેમને રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે નામાંકિત કરવામાં આવશે.