એડિલેડ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એડિલેડમાં રમાયેલી મેચના પહેલા દિવસે ટીમ ત્રીજા સેશન સુધી જ સીમિત રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 4-4 વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ તરફથી કેમાર રોચ અને શમર જોસેફે 10મી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. કિર્ક મેકેન્ઝીએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 59 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીન નોટઆઉટ પરત ફર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝે પહેલા સેશનમાં 3 વિકેટ ગુમાવી દીધી
એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 14 રનના સ્કોર પર તેજનનારાયણ ચંદ્રપોલની વિકેટ ગુમાવી દીધી હતી. તે માત્ર 6 રન બનાવી શક્યો હતો.
ચંદ્રપોલ બાદ કેપ્ટન ક્રેગ બ્રાથવેટ અને એલેક એથેનાઝ પણ 13-13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે 2 અને હેઝલવુડે એક વિકેટ ઝડપી હતી. પ્રથમ સત્રના અંતે ટીમે 64 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન ક્રેગ બ્રેથવેટ માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો.
મેકેન્ઝીની ફિફ્ટી, 100 રન પછી ટીમી વિકેટો પડવા લાગી
બીજા સેશનમાં કિર્ક મેકેન્ઝીએ વેસ્ટ ઈન્ડિઝના સ્કોરને 100 રનથી આગળ લઈ ગયો હતો. તે 94 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. તેની પહેલા કેવમ હોજ પણ માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેકેન્ઝીની વિકેટ સમયે ટીમનો સ્કોર 107/5 હતો.
5 વિકેટ બાદ વેસ્ટ ઈન્ડિઝે 26 રનમાં આગળની 4 વિકેટ ગુમાવી દીધી હતી. થોડી જ વારમાં ટીમનો સ્કોર 9 વિકેટે 133 રન થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ અને હેઝલવુડ બંનેને 4-4 વિકેટ મળી હતી.
છેલ્લી વિકેટ માટે 55 રનની ભાગીદારી થઈ હતી.
133 રનમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ કેમાર રોચ અને શેમર જોસેફે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સને સંભાળી હતી. બંનેએ ટીમના સ્કોરને 150 રનની પાર પહોંચાડી દીધો હતો. બંનેએ રમતના બીજા સત્રના અંત સુધી બેટિંગ કરી હતી. ચાના સેશન સુધી ટીમે 9 વિકેટના નુકસાન પર 177 રન બનાવ્યા હતા.
બીજા સેશનની સમાપ્તિ બાદ ટીમ 19 બોલમાં જ બેટિંગ કરી શકી હતી. જોસેફ 63મી ઓવરના પહેલા બોલ પર નાથન લાઈલના હાથે LBW થયો અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ટીમે 188 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કને પણ એક વિકેટ મળી હતી.
શેમર જોસેફે ડેબ્યૂ મેચમાં 2 વિકેટ લીધી
વેસ્ટ ઈન્ડિઝને 188 રન સુધી પહોંચાડવા માટે પ્રથમ દાવમાં 36 રન બનાવનાર શેમર જોસેફ બોલિંગમાં પણ ચમક્યો હતો. ડેબ્યૂ મેચમાં શેમરે તેના સ્પેલના પહેલા જ બોલ પર સ્ટીવ સ્મિથને સ્લિપમાં કેચ કરાવ્યો હતો. ટેસ્ટમાં પ્રથમ વખત ઓપનિંગ કરવા આવેલા સ્મિથ માત્ર 12 રન બનાવી શક્યો હતો. શેમરે પછી માર્નસ લાબુશેનને પણ સ્કવેર લેગ બાઉન્ડરી પર કેચ આઉટ કરાવ્યો. લાબુશેન માત્ર 10 રન બનાવી શક્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે 2 વિકેટના નુકસાન પર 59 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ઉસ્માન ખ્વાજા (30 રન) અને કેમરન ગ્રીન (6 રન) નોટઆઉટ પરત ફર્યા હતા. રમતના બીજા દિવસે બંને ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવને આગળ ધપાવશે. રમત IST સવારે 5:00 વાગ્યે શરૂ થશે.
શેમર જોસેફે સ્ટીવ સ્મિથને આઉટ કરીને ટેસ્ટમાં પોતાની પ્રથમ વિકેટ લીધી હતી.
સ્મિથ પ્રથમ વખત ઓપનિંગ કરવા માટે બહાર આવ્યો
પ્રથમ દિવસના ત્રીજા સેશનમાં ઓસ્ટ્રેલિયા બેટિંગમાં આવ્યું હતું. પ્રથમ દાવમાં ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથ ઓપનિંગ કરવા આવ્યા હતા. સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત ઓપનિંગ કર્યું પરંતુ તે માત્ર 12 રન બનાવી શક્યો. તેના પહેલા ડેવિડ વોર્નર કાંગારૂ ટીમ માટે ઓપનિંગ કરતો હતો. વોર્નરે તાજેતરમાં સમાપ્ત થયેલી પાકિસ્તાન શ્રેણી બાદ વન-ડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી.
સ્ટીવ સ્મિથ ટેસ્ટમાં પ્રથમ વખત ઓપનિંગ કરવા આવ્યો હતો પરંતુ તે માત્ર 12 રન બનાવી શક્યો હતો.
2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ એડિલેડમાં રમાઈ રહી છે. બીજી મેચ 25 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે. બંને ટીમ વચ્ચે 3 ODI અને 3 T20 સિરીઝ પણ રમાશે.