એક કલાક પેહલા
- કૉપી લિંક
આન્દ્રે રસેલના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝે ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની જીત સાથે શરૂઆત કરી છે. બ્રિજટાઉનમાં રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ રીતે કેરેબિયન ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. રસેલે બે વર્ષથી વધુ સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કર્યું અને 14 બોલમાં 3 વિકેટ લેવાની સાથે 29 રનની અણનમ ઇનિંગ રમી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
ટોસ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ 171 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે 11 બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને અલ્ઝારી જોસેફે 3-3 વિકેટ લીધી હતી.
ફિલ સોલ્ટ અને જોસ બટલરે ઇંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી
ઈંગ્લેન્ડને ઓપનર ફિલ સોલ્ટ અને કેપ્ટન જોસ બટલરે સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી. સોલ્ટે 20 બોલમાં 40 અને જોસ બટલરે 39 રન બનાવ્યા હતા. આ બંને સિવાય લિયામ લિવિંગસ્ટને 19 બોલમાં 27 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડે ઓપનર ફિલ સોલ્ટ અને કેપ્ટન જો બટલર વચ્ચે પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી નોંધાવી હતી.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને અલ્ઝારી જોસેફે 3-3 વિકેટ લીધી
વેસ્ટ ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને અલ્ઝારી જોસેફે 3-3 વિકેટ લીધી હતી. આન્દ્રે રસેલે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ અને જોસેફે 3.3 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ બે સિવાય રોમારિયો શેફર્ડે 2 વિકેટ લીધી હતી. જ્યારે અકીલ હુસૈન અને જેસન હોલ્ડરે 1-1 વિકેટ લીધી હતી.
અલ્ઝારી જોસેફે 3.3 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ લીધી હતી.
પાવર પ્લેમાં વેસ્ટ ઈન્ડિઝે 59 રન બનાવ્યા
પાવર પ્લેમાં વેસ્ટ ઈન્ડિઝે 1 વિકેટ ગુમાવીને 59 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને પહેલો ફટકો 32 રન પર લાગ્યો હતો. ઓપનર બ્રેન્ડન કિંગ 12 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી, કાઇલ મેયર્સ અને શાઈ હોપે વેસ્ટ ઈન્ડિઝના દાવને સંભાળ્યો. મેયર્સે 21 બોલમાં 35 રન અને હોપે 30 બોલમાં 36 રન બનાવ્યા હતા. આ બંને સિવાય રોવમેન પોવેલે 15 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી રેહાન અહેમદે 3 વિકેટ લીધી હતી.