એક કલાક પેહલા
- કૉપી લિંક
વુમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024નું ઓક્શન શરૂ છે, જેમાં 5 ફ્રેન્ચાઇઝીઓ આગામી સિઝનની T20 એક્શન માટે શ્રેષ્ઠ તૈયારી કરી રહી છે. આજે બપોરે 3 વાગ્યાથી હરાજી શરૂ થઈ છે, જેમાં ઓક્શનની જવાબદારી મલ્લિકા સાગર અડવાણીને સોંપવામાં આવી છે. જેણે ગઈ સિઝનમાં પણ ઓક્શનની જવાબદારી સંભાળી હતી.
કોણ છે મલ્લિકા સાગર?
મલ્લિકા મોર્ડન અને કન્ટેમ્પરેરી કલા માટે મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર સલાહકાર છે અને હાલમાં આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સ કંપની સાથે કામ કરે છે. હ્યુજ એડમન્ડ્સ, રિચાર્ડ મેડલી અને ચારુ શર્માએ ભૂતકાળમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે હરાજી કરી છે, પરંતુ મલ્લિકા લીગની શરૂઆતથી જ WPLમાં BCCIની ઓક્શનીર(હરાજી કરનાર) છે.
મલ્લિકા 2021માં પ્રો કબડ્ડી લીગના ઓક્શનમાં પણ સામેલ હતી. એવી ચર્ચા છે કે આ વર્ષની IPL 2024નું ઓક્શન પણ મલ્લિકા કરશે.
જ્યાં સુધી WPL ઓક્શનની વાત છે ત્યાં સુધી કુલ 165 ખેલાડીઓ (104 ભારતીય અને 61 વિદેશી)ની હરાજી થવાની છે. આ યાદીમાં સહયોગી દેશોના 15 ક્રિકેટર્સ સામેલ છે. જ્યારે પાંચ ફ્રેન્ચાઇઝીની વાત આવે છે. ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ પાસે કુલ 30 સ્લોટ ભરવા માટે હશે. તમામમાં, જાયન્ટ્સ પાસે સૌથી વધુ ખાલી જગ્યાઓ છે.
મલાઈકા ઘણા પ્રસંગોએ ઓક્શનીર બની છે
મલ્લિક સાગર હરાજી કરવાના ક્ષેત્રમાં નવો ચહેરો નથી. તે ઘણા મોટા ઓક્શનમાં ઓક્શનીરની ભૂમિકામાં જોવા મળી છે. જેમાં વર્ષ 2021માં પ્રો કબડ્ડી લીગની હરાજી અને ગયા વર્ષે વુમેન્સ પ્રીમિયર લીગની હરાજીનો સમાવેશ થાય છે. મલ્લિક સાગર લગભગ બે દાયકાથી આ પ્રોફેશનમાં છે. જોકે, ગત સિઝનમાં વુમેન્સ પ્રીમિયર લીગના મેગા ઓક્શન માટે તેણે રિચર્ડ મેડલી, ચારુ શર્મા અને હ્યુજ એડમન્ડ્સ જેવા જૂના IPL ઓક્શનીરના વીડિયો જોઈને પ્રેક્ટિસ કરી હતી.