ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી આવતીકાલે 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ત્યારે આજરોજ સતત ત્રીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. સોમવારે બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમા
.
બન્ને ટીમના ખેલાડીઓએ 7.3 ડિગ્રી વચ્ચે વોર્મઅપ, ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત મહિલા ટીમનું રાજકોટમાં આગમન થયું છે અને બન્ને ટીમના મહિલા ખેલાડીઓ પ્રથમ વખત આ મેદાન પર મેચ રમશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ભારતીય ટીમના ખેલાડી અનુભવી મનાઈ રહ્યાં છે ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આવતીકાલે 10 જાન્યુઆરીને શુક્રવારથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઇ આજે સતત ત્રીજા દિવસે બન્ને ટીમો દ્વારા ફાઇનલ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જેમાં બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા પ્રથમ વોર્મઅપ કરી બાદમાં ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બન્ને ટીમ પ્રથમ વખત આ મેદાનમાં રમવા માટે ઉતરવાની છે. ત્યારે જીત માટે સતત 3 દિવસ નેટ પ્રેક્ટિસ કરી સામ સામે ટકરાશે. ત્યારે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફોર્મમાં ચાલી રહી છે અને આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારતીય ટીમનું સુકાન સ્મૃતિ મંધાનાને સોંપાયું રાજકોટમાં સોમવારે બંને ટીમોનું આગમન થતા શહેરના કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજી ખાતે તેમનું ભારતીય સંસ્કૃતિ મુજબ અને ફુલહાર તેમજ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આયર્લેન્ડ સામેની આ ત્રણ મેચની સિરીઝમાં હરમનપ્રિત કૌરને રેસ્ટ આપવામાં આવ્યો છે. જયારે સેફાલી વર્માને પણ રેસ્ટ આપવામાં આવતા રાજકોટમાં રમાનાર 3 મેચની આ સિરીઝની અંદર ટીમનું સુકાન સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવ્યું છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સ્કવોડ સ્મૃતિ મંધાના (કેપ્ટન), દિપ્તી શર્મા (વાઇસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હર્લિન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી, રિચા ઘોષ, તેજલ હસબનીસ, રાઘવી બીસ્ત, મીન્નુ મણી, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સતઘરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સ્ક્વોડ ગેબી લેવિસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રીલી, અલાના ડાલઝેલ, લૌરા ડેલની, જ્યોર્જિના ડેમ્પસી, સારાહ ફોર્બ્સ, આર્લિન કેલી, જોના લોઘરન, ઈમી મગુરી, લેહ પોલ, ઓર્લા પ્રિન્ડરગાસ્ટ, એના હેયમન્ડ, ફ્રેયા સાર્જન્ટ અને રેબેકા સ્ટોકેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.