આગામી 22 ડિસેમ્બરથી વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વનડે ઇન્ટરનેશનલ સીરીઝ રમાવા જઈ રહી છે. જેને લઈને આજે મુંબઈથી બંને ટીમો રાત્રે 9:15 વાગે મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જે બંને ટી
.
3 મેચની વન-ડે ઇન્ટરનેશનલ સિરીઝ માટે વડોદરા પહોંચ્યા વડોદરા શહેરના નવા તૈયાર થયેલા કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે યોજનાર 3 મેચની વન-ડે ઇન્ટરનેશનલ સિરીઝ માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બંને ટીમો આજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કેટલાક ફેન્સ તો પોતાની ફેવરેટ ક્રિકેટરને જોવા માટે ખાસ પહોંચ્યા હતા. ત્યારબાદ બંને ટીમો હોટેલ ITC વેલકમ ખાતે પહોંચી અને આવતીકાલે બપોરે 2 વાગ્યે કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરશે.
હું પણ ક્રિકેટર બનવા માંગુ છું ઋષિકા સિંગે જણાવ્યું હતું કે, હું સ્મૃતિ મંધાનાની ફેન છું. જેથી, તેમને જોવા માટે અહીં આવી છું. સ્મૃતિ મંધાનાએ મને ત્રણવાર હાઈ કર્યું હતું. મને ખૂબ સારું લાગ્યું છે. હું પણ ક્રિકેટર બનવા માંગુ છું અને બીસીએમાં ક્રિકેટ રમું છું.
બંને ટીમો માટે જમવાની વિશેષ વ્યવસ્થા કરાઈ કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બંને ટીમોના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્લેયર અને મેચ ઓફિશિયલ એરિયાને BCCI પોતાની અંદરમાં લઈ લીધા છે અને આ એરિયામાં કોઈને જવા દેવામાં આવતા નથી. બંને ટીમો નેટ પ્રેક્ટિસ બાદ હોટલ ITC વેલકમમાં સ્વિમિંગ પૂલ, ફિટનેસ સેન્ટર (જીમ) પણ છે. જે બંને ટીમો એક્સરસાઇઝ કરી શકશે. વેલકમ હોટલમાં લક્ઝરીયસ રૂમ છે. બંને ટીમો માટે પણ વિશેષ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્ટેડિયમની બહાર પણ પ્રેક્ટિસ માટે પણ પીચ તૈયાર કરાઈ કોટંબી ક્રિકટ સ્ટેડિયમ ખાતે મુંબઇ અને સ્થાનિક માટીમાંથી 11 પીચ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેડિયમની બહાર પણ પ્રેક્ટિસ માટે 25 પીચ તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 4 સિમેન્ટ પીચ છે. આ સ્ટેડિયમની 32 હજારથી વધુ પ્રેક્ષકોની કેપેસિટી છે. અહીંની પીચ રેડ સોઇલ અને બ્લેક સોઇલથી પીચ તૈયાર કરી છે અને ઇન્ડોર અને આઉટડોર નેટ્સની ફેસિલીટી છે.