સિંગાપોર3 કલાક પેહલા
- કૉપી લિંક
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલ સિંગાપોરમાં ભારતના ડી ગુકેશ અને ચીનના ડીંગ લિરેન વચ્ચે રમાઈ રહી છે.
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ અને ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેન વચ્ચે 13મી ગેમ ડ્રો થઈ છે. હવે બંનેનો સ્કોર 6.5-6.5 છે. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 13મી ગેમમાં ગુકેશને 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી.
વ્હાઇટ પીસ સાથે રમતા ગુકેશ અને લિરેનની ક્લાસિકલ ચેસની માત્ર એક જ રમત બાકી છે. જે આજે રમાશે. જો 14મી મેચ બાદ પણ કોઈ પરિણામ નહીં આવે તો ટાઈ બ્રેકરથી નિર્ણય લેવામાં આવશે. જેમાં ઓછા સમયની બાજીઓથી વિનર નક્કી કરાશે.
રમત ડ્રો થયા બાદ બંને ખેલાડીઓ હાથ મિલાવ્યા.
68 ચાલ પછી ડ્રો માટે સંમતિ બંને ખેલાડીઓ 68 ચાલ બાદ ડ્રો માટે સંમત થયા હતા. 32 વર્ષીય લિરેને પ્રથમ ગેમ જીતી હતી જ્યારે 18 વર્ષીય ગુકેશ ત્રીજી ગેમ જીતીને સમાનતા હાંસલ કરી હતી. આ પછી બંને ગ્રાન્ડમાસ્ટર સતત સાત ડ્રો રમ્યા હતા.
રમતમાં, 18 વર્ષીય ગુકેશે તેની શરૂઆતની ચાલમાં ‘કિંગ પૉન’ ચાલનો પ્રયાસ કર્યો અને ફરીથી લિરેનના મનપસંદ ‘ફ્રેન્ચ ડિફેન્સ’નો સામનો કર્યો. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ સ્પષ્ટ થઈ ગયું કે આ મેચ ડ્રો જ રહેશે.
ગુકેશે 11મી ગેમ જીતી, લિરેને 12મી ગેમમાં કમબેક કર્યું રવિવાર સુધી ગુકેશ 11 ગેમ બાદ 6-5થી આગળ હતો. 11માંથી 8 રમતો ડ્રો રહી હતી, જ્યારે ગુકેશ 2 અને લિરેન 1 જીતી હતી. પરંતુ લિરેને કમબેક કરીને 12મી ગેમ જીતીને સ્કોર ફરીથી બરાબરી કરી લીધો હતો. ચેમ્પિયન બનવા માટે ખેલાડીએ 7.5 પોઈન્ટ સુધી પહોંચવું આવશ્યક છે.
ચાઇનાનો ડિંગ લિરેન મેચ દરમિયાન તેની ચાલ વિશે વિચારી રહ્યો છે.
જો જીત્યો, તો ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનશે જો ભારતીય સ્ટાર ગુકેશ આ ફાઈનલ જીતશે તો તે સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની જશે. ગુકેશ અત્યારે 18 વર્ષનો છે. અગાઉ, ગુકેશે 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતી હતી. ત્યારે પણ તે જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
જો ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતશે તો તે સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની જશે.