- Gujarati News
- Sports
- Cricket
- Yashasvi Jaiswal, India Vs Australia Perth Test Day 3 LIVE Score Update; KL Rahul | Virat Kohli | Rishabh Pant | Nitish Kumar Reddy |Pat Cummins
સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 300+ રનની લીડ મેળવી લીધી છે. રવિવારે મેચનો ત્રીજો દિવસ છે અને બીજો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલે 150 રન ફટકાર્યા છે.
જયસ્વાલે જોશ હેઝલવુડની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી છે. ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારનાર તે ત્રીજો ભારતીય બન્યો છે. તેના પહેલાં સુનીલ ગાવસ્કરે 1977માં અને એસ જયસિમ્હાએ 1968માં આ સિદ્ધિ મેળવી હતી.
દેવદત્ત પડિકલ 71 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તે જોશ હેઝલવુડની બોલિંગમાં સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. કેએલ રાહુલ (176 બોલમાં 77 રન) મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતને પહેલી ઇનિંગના આધારે 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.
લાઈવ અપડેટ્સ
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
યશસ્વી જયસ્વાલે 150 રન પૂરા કર્યા
યશસ્વી જયસ્વાલે 88મી ઓવરમાં 150 રન પૂરા કર્યા છે. તેણે મિચેલ સ્ટાર્કની ઓવરના પાંચમાં બોલ પર એક રન લઈને પોતાનો 150મો રન બનાવ્યો.
જયસ્વાલે ટેસ્ટમાં ચાર સદી ફટકારી છે અને ચારેયમાં 150 રનનો આંકડો પાર કરી લીધો છે.
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
બીજા સેશનના પ્રથમ બોલ પર જ પડિકલ આઉટ
ભારતે 85મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. અહીં દેવદત્ત પડિકલ 71 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તે જોશ હેઝલવુડની બોલિંગમાં સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તે ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ બોલને ડિફેન્ડ કરવા માગતો હતો, પરંતુ એડ્જ વાગતા બીજી સ્લિપમાં ઉભેલા સ્મિથના હાથમાં ગયો.
04:32 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
લંચ બ્રેક: ભારતીય બેટર્સનું વર્ચસ્વ; ભારત 275/1
ત્રીજા દિવસનું પ્રથમ સત્ર ભારતીય બેટર્સના નામે રહ્યું હતું. ટીમ ઈન્ડિયાએ દિવસની શરૂઆત 172/0ના સ્કોર સાથે કરી હતી.
યશસ્વી જયસ્વાલે 90 રનની ઇનિંગથી આગળ ધપાવી અને પોતાની સદી પૂરી કરી, જ્યારે કેએલ રાહુલ 77 રનના સ્કોર પર આઉટ થયો. આ સેશનમાં એક વિકેટ પડી, જ્યારે ભારતીય બેટર્સે 103 રન બનાવ્યા.
04:04 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાએ નવો બોલ લીધો, ભારતની લીડ 300 રનને પાર
80 ઓવર પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે નવા બોલની માંગણી કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્ડ અમ્પાયરોએ બોલ બદલ્યો હતો. બોલ ચેન્જ થયા પહેલાં ભારતીય ટીમે 300 રનની લીડ મેળવી લીધી છે.
04:04 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
ભારતનો સ્કોર 250 રનને પાર, જયસ્વાલ-પડિકલની 50+ રનની ભાગીદારી
ભારતીય ટીમે 250 રનનો આંકડો હાંસલ કરી લીધો છે. યશસ્વીએ 80મી ઓવર ફેંકી રહેલા ટ્રેવિસ હેડના પ્રથમ બોલ પર ભારતની બીજી ઇનિંગનો 250મો રન બનાવ્યો હતો. તેણે આ જ ઓવરમાં દેવદત્ત પડિકલ સાથે અડધી સદીની ભાગીદારી પણ કરી હતી.
03:39 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
યશસ્વી-રાહુલની પાર્ટનરશિપ
03:19 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
ભારતની લીડ 250 રનને પાર
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર 250 રનની લીડ મેળવી લીધી છે. 67મી ઓવરમાં જયસ્વાલે મિચેલ સ્ટાર્કના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતની લીડ 250થી આગળ કરી દીધી હતી. ટીમને પ્રથમ દાવમાં 46 રનની લીડ મળી હતી.
03:07 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
કેએલ રાહુલ 77 રન બનાવીને આઉટ, સ્ટાર્કે તોડી રેકોર્ડ ભાગીદારી
ભારતીય ટીમે 63મી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં કેએલ રાહુલ 77 રન બનાવીને આઉટ થયો હતો. તે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટાર્કે 201 રનની ઓપનિંગ ભાગીદારી તોડી હતી.
03:06 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
જયસ્વાલની સિક્સર સાથે સેન્ચુરી, રાહુલ સાથે 201 રનની ઓપનિંગ ભાગીદારી
યશસ્વી જયસ્વાલે જોશ હેઝલવુડની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયામાં તેની પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારી છે. યશસ્વીની સિક્સર સાથે 2 રેકોર્ડ બનાવ્યા…
- ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ મેચમાં સેન્ચુરી ફટકારનાર તે ત્રીજો ભારતીય બન્યો છે. તેના પહેલા સુનીલ ગાવસ્કરે 1977માં અને એસ જયસિમ્હાએ 1968માં આ સિદ્ધિ મેળવી હતી.
- જયસ્વાલે કેએલ રાહુલ સાથે 201 રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઓપનરોની આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં 2 જાન્યુઆરી 1986ના રોજ સુનીલ ગાવસ્કર અને કે શ્રીકાંતે 191 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
02:39 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
સ્ટાર્કના પ્રથમ બોલ પર કેએલ રાહુલનો ચોગ્ગો
ત્રીજા દિવસે પ્રથમ ઓવર નાંખી રહેલા મિચેલ સ્ટાર્કના પહેલા જ બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર યશસ્વી જયસ્વાલે પણ ચોગ્ગો ફટકાર્યો હતો.
02:38 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
હેઝલવુડે માત્ર 2 રન આપ્યા
જોશ હેઝલવુડે ત્રીજા દિવસની શરૂઆત શોર્ટ લેન્થ બોલથી કરી હતી. તેના પર ભારત તરફથી યશસ્વી જયસ્વાલે એક રન બનાવ્યો હતો. હેઝલવુડે આ ઓવરમાં 2 રન આપ્યા હતા.
02:23 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
પ્રી-મેચ પ્રેક્ટિસના ફોટોઝ
02:21 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ 20 વર્ષે તૂટ્યો
જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ સમાપ્ત થઈ ત્યારે ટીમ ઈન્ડિયા પાસે 46 રનની લીડ હતી અને આ પછી ભારતે તેની બીજી ઇનિંગમાં બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા આવ્યા બાદ ભારતીય ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજા દાવમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને સફળતા મળી ન હતી. 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.
યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે જાન્યુઆરી 2004માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે સેહવાગ અને આકાશ ચોપરાએ કરેલી 123 રનની ભાગીદારીને તોડીને નવો ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે, જે ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી છે.
2020 થી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચમાં ભારત માટે 100+ ઓપનિંગ ભાગીદારી 2003માં સેહવાગ અને ચોપરા 2004માં સેહવાગ અને ચોપરા 2024માં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ*
02:21 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
પર્થ ટેસ્ટના બીજા દિવસે ભારત 218 રનથી આગળ, યશસ્વી-રાહુલ અણનમ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 218 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમે શનિવારે બીજા દિવસની રમત પૂરી થવા સુધી બીજા દાવમાં વિના વિકેટે 172 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 90 અને કેએલ રાહુલ 62 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…
02:19 AM24 નવેમ્બર 2024
- કૉપી લિંક
પહેલા દિવસે ભારતીય બોલર્સનું દમદાર પરફોર્મન્સ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર 83 રનની લીડ મેળવી હતી. ઝડપી બોલરોએ ભારતીય ટીમ માટે જોરદાર વાપસી કરી હતી. સ્ટમ્પ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 67/7 હતો. ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો અને ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…