નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 5 વર્ષ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વકમબેક કરી શકે છે, પરંતુ તેની ભૂમિકા બદલાઈ જશે. તેને દિલ્હી કેપિટલ્સનો કોચ બનાવવામાં આવી શકે છે.
સ્પોર્ટ્સ સ્ટારે સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે દિલ્હી ફ્રેન્ચાઇઝીએ યુવરાજનો કોચ બનવા માટે સંપર્ક કર્યો છે. હાલ વાતચીત ચાલી રહી છે. દિલ્હી કેપિટલ્સનું કોચ પદ છોડનાર રિકી પોન્ટિંગે પણ આ વાતનો સંકેત આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ફ્રેન્ચાઇઝી મુખ્ય કોચની ભૂમિકા માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને શોધી રહી છે.
યુવરાજ સિંહ યુવા ઓપનર અભિષેક શર્માનો મેન્ટર છે. અભિષેકે IPL 2024માં 204.22ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા હતા.
GTના કોચ બનવાની અટકળો પણ ચાલી રહી હતી
ગયા મહિને યુવરાજ ગુજરાત ટાઇટન્સના કોચ બનવાના અહેવાલો હતા. આ મામલે નવીનતમ માહિતી એ છે કે નેહરા ગુજરાતના મુખ્ય કોચ બની શકે છે. ગુજરાતની ટીમ બેટિંગ કોચ ગેરી કર્સ્ટનના સ્થાને ભારતીય કોચની શોધમાં છે. કર્સ્ટન ગુજરાતની ટીમ છોડીને પાકિસ્તાનની નેશનલ ટીમના કોચ બન્યા છે.
થોડા સમય પહેલા યુવરાજ ગુજરાત ટાઇટન્સ (GT)ના કોચ બનવાના અહેવાલો હતા. જો કે GTમાં કોચનું પદ આશિષ નેહરાની પાસે જ રહેશે.
રિકી પોન્ટિંગે ગયા મહિને પોતાનું પદ છોડી દીધું હતું
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ગયા મહિને દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. તે છેલ્લી 7 સિઝનથી દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલો હતો. દિલ્હીની ટીમ છેલ્લી ત્રણ સિઝનથી પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે.
યુવીનું ડેબ્યુ અસાઇનમેન્ટ, 2019માં નિવૃત્ત થયો હતો
જો યુવરાજ સિંહ દિલ્હીના કોચ બને છે, તો કોચ તરીકે આ તેમની પ્રથમ અસાઇનમેન્ટ હશે. યુવી 2008 થી 2019 સુધી IPL રમ્યો હતો. 2019માં તેની છેલ્લી સિઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ સિઝનમાં MIએ CSKને હરાવીને ચોથું ટાઇટલ જીત્યું હતું. યુવી તેની 12 વર્ષની લાંબી IPL કારકિર્દીમાં પંજાબ કિંગ્સ, પૂણે વોરિયર્સ ઇન્ડિયા, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો.
યુવરાજ કેન્સરની સારવારને કારણે 2012 IPLનો ભાગ નહોતો.
ભારત માટે 2 વર્લ્ડ કપ જીત્યા, 2011માં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહ્યો
યુવરાજ સિંહ એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે 2011માં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો હતો. યુવરાજે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે 11 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય રન છે.
સૌરવ ગાંગુલીના નામની પણ ચર્ચા થઈ હતી
યુવરાજ પહેલા એવી અટકળો હતી કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી ડિરેક્ટર ક્રિકેટ સૌરવ ગાંગુલીને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવશે. ભારતના પૂર્વ કેપ્ટને પણ આ ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગાંગુલી દિલ્હી કેપિટલ્સની બહેન ફ્રેન્ચાઈઝી ILT20 ટીમ દુબઈ કેપિટલ્સ અને SA-T20 લીગ ટીમ પ્રિટોરિયા કેપિટલ્સની પણ દેખરેખ રાખે છે.