29 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન IPL 2025 પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમ સાથે જોડાઈ શકે છે. તેને ટીમ મેન્ટરની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
IPL 2024 પહેલાં, ગૌતમ ગંભીર LSG છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગયો હતો. ત્યારથી લખનઉના મેન્ટરની જગ્યા ખાલી છે. અહેવાલો અનુસાર, લખનઉની ટીમ મેન્ટરની ભૂમિકા માટે ફાસ્ટ બોલર સાથે વાતચીત કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો ઝહીર LSG ટીમનો ભાગ બની શકે છે.

ગૌતમ ગંભીર IPL 2024 પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાયો હતો. હાલમાં જ તેને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.
શા માટે ઝહીર પહેલી પસંદ છે?
અહેવાલો અનુસાર, ઝહીર ખાન ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદગી છે, કારણ કે ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયા સાથે બોલિંગ કોચ તરીકે જોડાઈ ગયો છે. આવી સ્થિતિમાં ટીમના ઝડપી બોલરોને ઝહીર ખાનના અનુભવનો ફાયદો મળી શકે છે.
ઝહીર ખાન લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સના ટીમ મેનેજમેન્ટનો હિસ્સો છે. બોલિંગ કોચ બન્યા બાદ તે મુંબઈ ટીમના ક્રિકેટ ડિરેક્ટર રહી ચૂક્યો છે. 2022 થી તે MIના પ્લેયર ડેવલપમેન્ટનો ગ્લોબલ હેડ છે. તે બે વર્ષથી આ ભૂમિકા ભજવી રહ્યો છે.
તેને LSGમાં જસ્ટિન લેંગર સાથે કામ કરવું પડશે
જો ઝહીર ખાન LSGમાં જોડાશે તો તે હેડ કોચ જસ્ટિન લેંગર તેમજ એડમ વોગ્સ, લાન્સ ક્લુઝનર અને જોન્ટી રોડ્સ જેવા અન્ય કોચિંગ સ્ટાફ સાથે મળીને કામ કરશે.
ઝહીર પાસે ઈન્ટરનેશનલ અને IPLમાં રમવાનો અનુભવ
ઝહીર ખાને ભારત માટે 92 ટેસ્ટ મેચમાં 3.27ની ઇકોનોમીથી બોલિંગ કરી છે અને 311 વિકેટ લીધી છે. તેણે 200 ODI મેચોમાં 4.93ની ઈકોનોમી સાથે બોલિંગ કરી છે અને 282 વિકેટ લીધી છે. તેણે ભારત માટે 17 T-20 પણ રમી છે અને 17 વિકેટ પણ લીધી છે.
ઝહીર ખાન પાસે 100 IPL મેચ રમવાનો અનુભવ પણ છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોર) અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે તેની છેલ્લી IPL મેચ 2017માં રમી હતી.