સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝિમ્બાબ્વેએ બુધવારે ગામ્બિયા સામે 20 ઓવરમાં 4 વિકેટે 344 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલ મેચમાં કોઈપણ ટીમનો આ સૌથી હાઇએસ્ટ સ્કોર છે. અગાઉનો રેકોર્ડ નેપાળના નામે હતો, તેમણે મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા.
ઝિમ્બાબ્વેએ આ મેચ 290 રને જીતી લીધી હતી. T-20 ઈન્ટરનેશનલમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ મેચમાં 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 43 બોલમાં 133 રનની ઇનિંગ રમી હતી. આ મેચ નૈરોબીમાં T-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના ભાગરૂપે રમાઈ હતી.
સિકંદર રઝાએ 15 સિક્સર અને 7 ફોર ફટકારી આ મેચમાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વે માટે ઓપનર બ્રાયન બેનેટ અને મારુમાનીએ 5.4 ઓવરમાં 98 રનની ભાગીદારી કરી હતી. મારુમનીએ 19 બોલમાં 62 રન અને બેનેટે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રઝાએ સૌથી વધુ અણનમ 133 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 15 સિક્સ અને 7 ફોર ફટકારી હતી.
સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ બનાવ્યો પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. જવાબમાં ગામ્બિયા 14.4 ઓવરમાં 54 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ઝિમ્બાબ્વેની ટીમે આ મેચ 290 રનથી જીતી લીધી હતી. આ સાથે જ ઝિમ્બાબ્વેએ T-20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ નેપાળના નામે હતો જેણે ગયા વર્ષે મંગોલિયાને 273 રનથી હરાવ્યું હતું.
સૌથી વધુ છગ્ગાનો નવો રેકોર્ડ ઝિમ્બાબ્વેના બેટર્સે આ ઇનિંગમાં 27 સિક્સર ફટકારીને નેપાળનો 26 સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. સિકંદર રઝાએ સૌથી વધુ 15 સિક્સ ફટકારી હતી.