મેમનગર સિનિયર સિટીઝન દ્વારા એક અનોખા હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 95થી 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેમાં વડીલોની સાથે બાળકો પણ જોડાયા હતા.
.
કાર્યક્રમમાં જલારામ બાપાના ભજન અને શ્રી કૃષ્ણના રાસિયા સાથે હોળીના રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. સૌએ ફૂલ અને ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય દાતા શ્રીમતી દક્ષાબેન પટેલે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રસાદ રૂપે જલારામ બાપાની ખીચડી ધરાવવામાં આવી હતી. વધુમાં, પ્રભાત અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનોએ આ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો.

