CMએ ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0’નો પ્રારંભ કરાવ્યો
.
ગાંધીનગરના કોબા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0’નો પ્રારંભ કરાવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણાથી બીજી વખત યોજાઈ રહેલી આ લીગ 17થી 20 માર્ચ સુધી ચાલશે. જેમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટના મેદાનમાં ‘દાદા’ની ફટકાબાજી જોવા મળી હતી.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
બંધ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખની રોકડ જપ્ત
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી ATS અને DRIએ અંદાજે 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરાતાં ખળભળાટ મચ્યો છે. બંને એજન્સીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતાં આ મસમોટો મુદ્દામાલ મળ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે. સોનું અને રોકડ મળી અંદાજિત 84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. હાલ બંને એજન્સી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને ફ્લેટ નીચે પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ફ્લેટની માલિકી કલોલની એક મહિલાની માલિકીનો હોવાનું ભાડે આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
પોલીસે રિમાન્ડ ન માગતાં ‘રક્ષિત કાંડ’નો નબીરો જેલમાં
વડોદરા શહેરમાં થયેલા ગોઝારા ‘રક્ષિત કાંડ’માં આજે એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આરોપી રક્ષિત ચૌરસિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કારેલીબાગ પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે તેને સીધા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. એને પગલે આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
દ્વારકામાંથી ઝડપાઈ 5 બાંગ્લાદેશી મહિલા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. SOGએ રુક્મિણી માતાજીના મંદિર પાસેથી પાંચ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. એએસઆઈ અશોકભાઈ સવાણી અને જગદીશભાઈ કરમુરને બાતમી મળી હતી કે મંદિરની પાછળના રોડ પર કેટલીક શંકાસ્પદ મહિલાઓ જોવા મળી છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
પવનની દિશા બદલાતા ગરમીથી થોડી રાહત મળશે
હવામાન વિભાગની ગરમીને લઈ આગાહી કરી છે કે, પવનની દિશા બદલાતા ગરમીથી થોડી રાહત મળશે. એટલે કે, હાલ તાપમાનમાં કોઈ વધારો જોવા મળશે નહી. હાલ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો રહેશે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું છે.
6 વર્ષીય દુષ્કર્મ પીડિતાની તબિયત સુધારા પર
સુરતમાં 2 દિવસ પહેલાં 6 વર્ષીય બાળકી પર થયેલ દુષ્કર્મ કેસમાં, પીડિત બાળકીને સર્જરીના 48 કલાક બાદ ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરાઈ. બીજી તરફ આરોપીએ બાળકી પર દુષ્કર્મ કર્યાનું કબૂલ્યા બાદ હવે તેનું ફેસ અને ગેટ એનાલિસિસ કરાશે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
જમીન દલાલનો સાંતેજ કેનાલમાં અકસ્માત નહીં મર્ડર કરાયું હતું
કલોલના સાંતેજ નજીક જમીન દલાલ દશરથ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોર અને તેના મિત્ર ગિરિશ કાંતિજી ઠાકોરની નર્મદા કેનાલમાં ફેંકી હત્યા કરવાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ હત્યા ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોર સાથેના આડા સંબંધની શંકાને કારણે કરવામાં આવી હતી. પૂનમના પતિ ભરત જેમતુમલ ઠાકોરે સાગરિતો સાથે મળીને આ ચકચારી કૃત્ય આચર્યું હતું. રાપર પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સાંતેજ પોલીસને હવાલે કર્યા હતા.