- Gujarati News
- Local
- Gujarat
- Nrg
- Grand Celebration Of Ramlalla’s Pran Pratishtha In London Despite Bone chilling Cold, Gujaratis Gathered Together And Performed Mahapuja, Aarti
11 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22મી તારીખે અયોધ્યામાં યોજાયેલા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ફક્ત ભારતમાં જ થઇ તેવું નથી વિદેશોમાં પણ ભારતીયોએ પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરી હતી. હાડ થીજવતી ઠંડી હોવા છતાં લંડનના કિંગ્સબરીમાં 500થી વધુ ગુજરાતીઓએ એકઠા થઇ અયોધ્યામાં થયેલી પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરી હતી. રસ્તા પર જ યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમને જોઇને સૌ કોઇ આશ્ચર્ય પામ્યા હતા. ભવ્ય આતશબાજી સાથે ભગવાન શ્રી રામની મહાપૂજા બાદ આરતી કરાઇ હતી અને ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા હતા સાથે જ સૌએ મહાપ્રસાદ પણ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન લંડન ત્રિરંગા યાત્રા ગ્રુપે કર્યું હતું. જ્યારે રિયા રેસ્ટોરન્ટે સમગ્ર આયોજન કર્યું હતું.
લંડનથી દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ