- Gujarati News
- National
- AAP To Field Candidates For All 14 Lok Sabha Seats, Kejriwal Announced At Rally, List To Come In 15 Days
56 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંજાબમાં આમ આદમી પાર્ટીએ I.N.D.I.A ગઠબંધનથી અલગ થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે જાહેરાત કરી છે. કેજરીવાલે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે AAP પંજાબની 13 અને ચંડીગઢની 1 લોકસભા બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે. અગાઉ ગયા મહિને જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે તેમની પાર્ટી પંજાબની તમામ 13 બેઠકો પર ચૂંટણી લડશે.
પંજાબ પ્રવાસ દરમિયાન જાહેરાત
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટી પંજાબની તમામ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે.
આમ આદમી પાર્ટી આગામી 15 દિવસમાં પંજાબની 13 લોકસભા બેઠકો અને ચંડીગઢની એક લોકસભા બેઠક સહિત 14 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે.
14 લોકસભા બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે
શનિવારે પંજાબના ખન્નામાં ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી આગામી 15 દિવસમાં પંજાબની 13 લોકસભા બેઠકો અને ચંડીગઢની એક લોકસભા બેઠક સહિત 14 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે.
15 દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરાશે
અરવિંદ કેજરીવાલે કહ્યું, 2 વર્ષ પહેલા તમે અમને બહુ મોટો ‘આશીર્વાદ’ આપ્યો હતો અને પંજાબમાં 117માંથી 92 બેઠકો પણ જીત અપાવી હતી. આજે હું તમારી પાસે હાથ જોડીને ફરીથી આશીર્વાદ માંગવા આવ્યો છું. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી છે. પંજાબમાં લોકસભાની 13 અને ચંડીગઢમાં એક બેઠક છે. આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી આ 14 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરશે.