- Gujarati News
- National
- After The Rajya Sabha Elections In Karnataka, There Were Slogans Of Pakistan Zindabad
બેંગલુરુ1 કલાક પેહલા
- કૉપી લિંક
કર્ણાટકમાં મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સૈયદ નસીર હુસૈનની જીત બાદ નારેબાજીને લઈને વિવાદ ઊભો થયો છે. ભાજપનો આરોપ છે કે મતગણતરી કેન્દ્રની બહાર આવ્યા બાદ હુસૈનના સમર્થકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
આ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારની તૃષ્ટિકરણની રાજનીતિના ખતરનાક ખેલનું પરિણામ છે. તેમણે દેશવિરોધી તત્ત્વો અને ‘ટુકડે-ટુકડે ગેંગ’ને પ્રોત્સાહન આપ્યું છે. આ અંગે અમે પોલીસમાં ફરિયાદ કરી છે.
ત્યાં જ, ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ પણ એક વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજનૈતિક સચિવ નસીર હુસૈનના કર્ણાટકથી રાજ્યસભા ચૂંટણી જીત્યા પછી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા. પાકિસ્તાનને લઇને કોંગ્રેસનું ઝનૂન ખતરનાક છે. તે ભારતના વિભાજન તરફ લઇ જઇ રહ્યું છે. અમે તેને સહન કરી શકીશું નહીં.
ભાજપના આરોપ પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું- ભાજપ સિવાય મીડિયાએ પણ એવા આરોપ લગાવ્યા છે. અમે અવાજના સેમ્પલને ફોરેન્સિક તપાસ માટે મોકલવાના નિર્દેશ આપ્યા છે. જો તે સાચું સાબિત થાય છે અને કોઈએ જો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા છે તો તેને આકરી સજા મળશે.
સ્થળ પર હાજર કોંગ્રેસ સમર્થકોએ શું કહ્યું?
યૂથ કોંગ્રેસના કાર્યકર સૈયદ અરશદઃ હું એ લોકોમાંનો એક હતો જેઓ ‘નસીર સા’બ ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા હતા. આપણે એ દેશનું નામ લેવાનું વિચારી પણ કેવી રીતે શકીએ? ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા સત્ય પ્રકાશ: હું પણ એવા લોકોમાંનો એક હતો જેઓ નારા લગાવવામાં સામેલ હતા. એ ‘P’ શબ્દ ત્યાં સંભળાયો નહિ. અમે આવા કોઈ શબ્દોનો ઉપયોગ કર્યો નથી.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- નસીર હુસૈનનું નિવેદન ખતરનાક
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- આજે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી નસીર હુસૈનની જીત બાદ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યા છે. તેની નિંદા કરવાને બદલે, નસીર હુસૈન ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કહે છે કે કોઈ ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે, જે વધુ ખતરનાક છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે તે પાકિસ્તાન સાથે મિત્રતા કરતી હતી. હવે તેઓ પાકિસ્તાનને સીધું સમર્થન આપી રહ્યા છે.