56 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ‘યોદ્ધા’ 15 માર્ચે સિનેમાઘરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાશિ ખન્ના અને દિશા પટની લીડ રોલમાં જોવા મળશે. આ સ્થિતિમાં ફિલ્મની કાસ્ટ આ દિવસોમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. દિશા પટનીએ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પોતાની મોડલિંગ અને એક્ટિંગ જર્નીનાં રહસ્યો વિશે ખુલ્લીને વાત કરી હતી.
દિશા પટનીએ સિક્રેટ જણાવ્યું
લૉન્ચ દરમિયાન દિશાએ કહ્યું- આજે જો હું એક્ટ્રેસ છું તો તે કરન જોહરને કારણે જ છું. કરન જોહર એવા લોકોમાંથી એક છે જેમણે મારા મોડલિંગના દિવસોમાં મને જોઈ હતી. તે સમયે મારી ઉંમર માત્ર 18 વર્ષની હતી. મને લાગે છે કે જોકરને મને તે દિવસે ન જોઈ હોત તો કદાચ હું આ ઈન્ડસ્ટ્રીમાં ન હોત. લોકો તેમના પર ગમે તેટલા આરોપો લગાવે, પરંતુ તેઓ જ મને લઈને આવ્યા હતા. હું બહારની વ્યક્તિ છું, જેમણે મને તક આપી તે કરન જોહર છે. દિશાનું આવું નિવેદન સાંભળીને કરન જોહરે તેમને ગળે લગાવી દીધી.
સિદ્ધાર્થ મલ્હોત્રા પણ દિશા સાથે સંમત થયા
દિશા પટનીનું આવું નિવેદન સાંભળીને સિદ્ધાર્થ પોતાને રોકી શક્યો નહીં. તેમણે કહ્યું- તમે દિશા વિશે શું વાત કરો છો, હું પણ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ 2012માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે સિદ્ધાર્થ પોતે આઉટસાઇડર હતો અને કરન જોહરે લોન્ચ કર્યો હતો.
દિશા પટની પહેલીવાર 2016માં આવેલી ફિલ્મ ‘MS Dhoni: The Untold Story’માં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી.
કરન જોહરે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા
કરન જોહર ઘણીવાર નેપોટિઝમ માટે ટ્રોલ થાય છે. આવી સ્થિતિમાં કરને ટ્રોલર્સ પર પણ નિશાન સાધ્યું હતું. કરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર અને ડિરેક્ટર્સનો ઉલ્લેખ કર્યો જે બહારથી આવ્યા છે. તેમણે યોદ્ધા’ના નિર્દેશક શશાંક ખેતાનને ‘બહારના લોકોનો બ્રાન્ડ એમ્બેસેડર’ પણ કહ્યું હતું.
કરન જોહરે કહ્યું- દરેક વ્યક્તિ જે અમારા પર માત્ર ઈન્ડસ્ટ્રીના લોકો સાથે કામ કરવાનો આરોપ લગાવે છે, શશાંક ખેતાન આઉટસાઈડર્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે. સાગર અને પુષ્કર પણ બહારથી આવેલા લોકો છે. તેથી, આગલી વખતે જ્યારે કોઈ આપણને ટ્રોલ કરે, તો તેમણે ચોક્કસપણે ‘યોદ્ધા’ ફિલ્મ જોવી જોઈએ. કારણ કે આ ફિલ્મનો લીડ પણ બહારનો છે. રાશી અને દિશા પણ સમાન છે. તેથી, મને લાગે છે કે હું હવે બીજા તાજનો હકદાર છું. જેમણે મારું માથું કાપી નાખવાનો પ્રયાસ કર્યો, તે ‘યોદ્ધા’થી સાવચેત રહો.