- Gujarati News
- National
- Gurugram Restaurant Couple Mouth Freshener Case Update, Police ACP Inquiry Restaurant Closed
ગુરુગ્રામ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
હરિયાણામાં ગુરુગ્રામની એક રેસ્ટોરાંમાં માઉથ ફ્રેશનર ખવાથી 5 લોકોની તબિયત ખરાબ થવાના મામલે પોલીસે રેસ્ટોરાંના મેનેજરની ધરપકડ કરી લીધી છે. તેનો સંચાલક હજુ ફરાર છે.
મંગળવારે મોનેસરના ACP સુરેન્દ્ર સુરેન તપાસ માટે પહોંચ્યા ત્યારે રેસ્ટોરાં બંધ હતી. પોલીસે બધા જ દરવાજા ચેક કર્યા, પરંતુ બધા જ બંધ હતા. પોલીસને શંકા છે કે ઘટના પછી રેસ્ટોરાં સંચાલક તાળું મારીને ફરાર થઈ ગયો છે.
સોમવારે 3 દંપતી ગુરુગ્રામના સેક્ટર 90 સ્થિત સફાયર 90 લા ફોરેસ્ટા રેસ્ટોરાંમાં ભોજન કરવા ગયા હતા. અહીં અંકિત, તેની પત્ની નેહા, માનિક, તેની પત્ની પ્રીતિકા અને દીપક અરોરા અને તેની પત્ની હિમાનીએ સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી રેસ્ટોરાંની મહિલા વેઇટર અમૃતપાલ કૌરે તેમને માઉથ ફ્રેશનર ઓફર કર્યું.
મોઢામાં બળતરા થયા પછી બરફ લગાવતા મહિલા અને યુવક
મોઢામાં બળતરા પછી બરફ લગાવતા જોવા મળે છે
માઉથ ફ્રેશનરના નામે ડ્રાય આઈસ આપી
અંકિતને છોડીને બાકી અન્ય 5એ માઉથ ફ્રેશનર ખાઈ લીધું. તે પછી તેમના મોઢામાં બળતરા થવા લાગી. મોઢામાંથી લોહી અને ઊલટી થવા લાગ્યા. તબિયત વધારે ખરાબ થવા લાગી ત્યારે તેમણે ભાર દઇને વેઇટરને પૂછ્યું કે તેણે શું ખાવા માટે આપ્યું. આના જવાબમાં વેઇટરે પોલિથીનનું પેકેટ ખોલીને સામે મુકી દીધું.
તે પછી બધાને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં 5માંથી 2ની હાલત ગંભીર છે. પોલીસે અંકિતનું નિવદન નોંધ્યું છે. ડોક્ટરોએ દાવો કર્યો છે કે કપલ્સને માઉથ ફ્રેશનરના નામે ડ્રાય આઈસ આપવામાં આવી, જે ઝેરીલી હતી.
ગુરુગ્રામની આ રેસ્ટોરન્ટમાં 6 લોકો ભોજન કરવા આવ્યા હતા.
કહ્યું- રેસ્ટોરન્ટના સ્ટાફે મદદ ન કરી
અંકિતે જણાવ્યું કે તબિયત ખરાબ હોવા છતાં રેસ્ટોરન્ટ સ્ટાફે તેમની મદદ કરી ન હતી. તેમણે પોતે 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. તેઓ એમ્બ્યુલન્સ આવે તેની રાહ જોતા રહ્યા. બાદમાં તમામને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પકડાયેલો આરોપી દિલ્હીનો રહેવાસી
ગુરુગ્રામ પોલીસે આ મામલામાં રેસ્ટોરન્ટ મેનેજર ગગનદીપની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે રેસ્ટોરન્ટના સંચાલનની જવાબદારી ગગનદીપ પર હતી. તે દિલ્હીનો રહેવાસી છે. પોલીસ રેસ્ટોરન્ટના સંચાલકને પણ શોધી રહી છે, પરંતુ તે હજુ ફરાર છે.
સવારે 11 વાગ્યાની આસપાસ પોલીસ રેસ્ટોરન્ટમાં તપાસ કરવા પહોંચી, પરંતુ તેના તમામ દરવાજાને તાળાં મારેલાં જોવા મળ્યા
જીવલેણ એસિડ, જે તમારો જીવ લઇ શકે છે
ડોક્ટરને જ્યારે વેઇટરે આપેલું પેકેટ બતાવવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ ડ્રાય આઈસ છે. આ એક પ્રકારનું જીવલેણ એસિડ છે, જેને ખાવાથી જીવ પણ જઈ શકે છે.