2 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને ધારાસભ્ય કે. કવિતાની અટકાયત કરવામાં આવી છે.
ANI સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સી તેમને પૂછપરછ માટે દિલ્હી લાવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે સવારે BRS નેતા કવિતાના હૈદરાબાદના ઘર પર દરોડા પાડ્યા હતા.
કવિતાએ તપાસ એજન્સીના અનેક સમન્સની અવગણના કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કવિતા તેલંગાણામાં વિધાન પરિષદ (MLC)ના સભ્ય છે અને ભારત રાષ્ટ્ર સમિતિના વડા અને પૂર્વ મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવનાં પુત્રી છે.
EDએ કવિતાની ધરપકડનો પત્ર જારી કર્યો છે.
દારૂ કૌભાંડના આરોપી અમિત અરોરાએ કવિતાનું નામ લીધું હતું
માર્ચ 2023માં, EDએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કે. કવિતાનું નામ પણ સામેલ કર્યું હતું. તપાસને લઈને ઈડીએ કોર્ટમાં કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમાં કવિતાનું નામ પણ સામેલ હતું. તેમના પર AAP નેતાઓને 100 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનો આરોપ છે. આ કેસમાં તેમનું નામ સામે આવ્યા બાદ કવિતાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂંટણીના રાજ્યોમાં ED પીએમ મોદી સમક્ષ પહોંચે છે.
EDએ ગુરુગ્રામમાંથી બિઝનેસમેન અમિત અરોરાની ધરપકડ કરી હતી. ED અનુસાર, અમિત અરોરાએ પોતાના નિવેદનોમાં TRS નેતાના નામનો ખુલાસો કર્યો હતો. એજન્સીએ દાવો કર્યો હતો કે કવિતા ‘સાઉથ ગ્રુપ’ નામની લિકર લોબીની મુખ્ય નેતા હતી. તેણે અન્ય ઉદ્યોગપતિઓ દ્વારા દિલ્હીમાં AAP સરકારના નેતાઓને 100 કરોડ રૂપિયા ચૂકવ્યા.
EDએ હૈદરાબાદના બિઝનેસમેન અરુણ રામચંદ્રન પિલ્લઈની અટકાયત કરી હતી. અરુણને કે કવિતાની નજીક માનવામાં આવે છે. પિલ્લઈ પર દારૂની નીતિમાં ફેરફાર માટે આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા મોકલવાનો આરોપ છે. અન્ય એક દારૂના વેપારી અમનદીપ ઢાલને પણ EDની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
EDએ શુક્રવારે કવિતાના હૈદરાબાદના ઘરે દરોડા પાડ્યા હતા.
કવિતાના ઘરે હાજર ED અધિકારી. તેમને ગેટ પર રાહ જોવી પડી.
દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ થઈ હતી
દિલ્હી લિકર પોલિસી કેસમાં, મનીષ સિસોદિયાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના 7 દિવસના રિમાન્ડ બાદ 6 માર્ચે કોર્ટે સિસોદિયાને 20 માર્ચ (14 દિવસ) સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. EDએ જણાવ્યું હતું કે નવી લિકર પોલિસી બનાવવામાં દક્ષિણ દિલ્હીના બિઝનેસમેન પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી.