અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં આજે વહેલી સવારે અકસ્માતની કરૂણ ઘટના બની છે. શહેરના વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે AMCના સ્વીપર મશીને કાબૂ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું હતું. સ્વીપર મશીનના તોતિંગ વ્હીલ હેઠળ ફૂટપાથ પર સૂઈ રહેલા દંપતીને કચડી નાખ્યું હતું. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે મહિલાના પતિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્વીપર મશીન હેઠળ કચડાયેલા દંપતીની ચીસોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પોલીસે સ્વીપર મશીનના ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ….