5 કલાક પેહલા
- કૉપી લિંક
આજકાલ લોકસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ ચર્ચામાં રહેલી કંગના રનૌતે હાલમાં જ પોતાની સરખામણી શાહરુખ ખાન સાથે કરી છે. કંગના માને છે કે તે અને શાહરુખ ખાન વર્તમાન પેઢીના છેલ્લા સ્ટાર્સ છે. તેના પછી કોઈ સ્ટાર નહીં હોય. હકિકતમાં એક ઇન્ટરવ્યૂમાં કંગનાને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું તે રાજકારણમાં પ્રવેશી રહી છે? કારણ કે તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. આ સવાલના જવાબમાં તેણે પોતાની સરખામણી શાહરુખ ખાન સાથે કરી હતી, જેની ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી. આ સાથે જ OTT પર જોવા મળતા કલાકારો ઉપર પણ નિશાન સાધ્યું હતું.
હાલમાં જ ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે, દુનિયામાં એવો કોઈ એક્ટર નથી જેની એક પણ ફિલ્મ ફ્લોપ ન હોય. શાહરુખ ખાને પણ એક હિટ ફિલ્મ માટે 10 વર્ષ રાહ જોવી પડી અને પછી તેની ‘પઠાન’ હિટ રહી હતી. મારી પાસે પણ 7 થી 8 વર્ષ સુધી કોઈ હિટ ફિલ્મ ન હતી અને પછી ‘ક્વીન’માં કામ કર્યું. પછી 3-4 વર્ષ સુધી મારી પાસે કોઈ હિટ ફિલ્મ ન હતી પરંતુ ‘મણિકર્ણિકા’ હિટ રહી હતી. હવે મારી ફિલ્મ ‘ઇમર્જન્સી’ આવી રહી છે, મને આશા છે કે તે પણ હિટ બને.
ફિલ્મ ‘ઇમર્જન્સી’ 14 જૂને રિલીઝ થવાની છે
કંગનાએ વધુમાં કહ્યું કે,આ દિવસોમાં OTT પ્લેટફોર્મના કારણે એક્ટરોને તેમની પ્રતિભા દર્શાવવાની ઘણી તકો મળી રહી છે. અમે સ્ટાર્સની છેલ્લી પેઢી છીએ, OTTમાં કોઈ સ્ટાર્સ નથી.ભગવાનની કૃપાથી, અમે જાણીતા ચહેરા છીએ અને અમારી માગ છે, તેથી મને નથી લાગતું કે હું ફ્લોપ થવાને કારણે રાજકારણમાં આવું છું. કળા ક્ષેત્ર ઉપરાંત, હું અસલી દુનિયામાં પણ સામેલ થવા માગુ છું.
મંડી બેઠક પર લોકસભા ચૂંટણીની ટિકિટ મળી
આ લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ આપવામાં આવી છે. કંગના રાજકારણમાં પ્રવેશ્યા બાદ ચર્ચામાં છે. હાલમાં જ વિપક્ષે તેમના રાજકારણમાં પ્રવેશ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો. તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇમર્જન્સી’માં જોવા મળશે, જેનું નિર્દેશન કંગનાએ પોતે જ કર્યું છે. આ ફિલ્મમાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેમાં કંગના સિવાય અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મિલિંદ સોમન લીડ રોલમાં છે.