કોલકાતા14 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ઉત્તર 24 પરગનાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
સંદેશખાલી કેસમાં કલકત્તા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પાંચ જાહેર હિતની અરજીઓ પર ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે આ અરજીઓ પર સુનાવણી કરી હતી. કોર્ટે બંગાળ સરકારને ફટકાર લગાવતા કહ્યું- જો આ મામલામાં એક ટકા પણ સત્ય હોય તો તે શરમજનક છે. આ માટે સમગ્ર વહીવટીતંત્ર અને શાસક પક્ષ 100 ટકા નૈતિક રીતે જવાબદાર છે. આ લોકોની સુરક્ષાનો મામલો છે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના આરોપી TMC નેતા શેખ શાહજહાંની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તેને CBI ને સોંપી દીધો હતો.
શાહજહાં અને તેના બે સાથીઓ પર ગેંગરેપનો આરોપ
સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર લાંબા સમયથી મહિલાઓ પર ગેંગરેપ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે શિબુ હાઝરા, ઉત્તમ સરદાર, શાહજહાં સહિત 18 લોકોની ધરપકડ કરી છે.
શાહજહાં શેખ ટીએમસીના જિલ્લા સ્તરના નેતા છે. રાશન કૌભાંડમાં EDએ 5 જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેમના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં ફરાર હતો.
હાઈકોર્ટે બંગાળ સરકારને શાહજહાંની ધરપકડ કરવાનું કહ્યું હતું
શાહજહાં શેખની ધરપકડ અંગે, કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમને સોમવારે આદેશ આપ્યો હતો કે પોલીસે, તમામ સંજોગોમાં, 4 માર્ચે આગામી સુનાવણીમાં શાહજહાંને કોર્ટમાં હાજર કરવો જોઈએ. તેની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
કોર્ટે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચારની ઘટનાઓ 4 વર્ષ પહેલા પોલીસને જાણ કરવામાં આવી હતી. યૌન ઉત્પીડન સહિતના 42 કેસ છે, પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં ચાર વર્ષનો સમય લાગી ગયો છે.
રવિવારે જ્યારે બંગાળ સરકારના બે મંત્રી પાર્થ ભૌમિક અને સુજીત બસુ સંદેશખાલીના હલદરપાડા પહોંચ્યા ત્યારે મહિલાઓએ તેમના પર મારપીટ કરી હતી.
ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલીમાં શું થયું?
ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓએ TMC નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર યૌન શોષણ અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સંદેશખાલીમાં સ્થાનિક મહિલાઓએ પ્રદર્શન કર્યું હતું. તેમણે આરોપીઓની ધરપકડની માંગ કરી હતી.
મહિલા દેખાવકારોએ 11 ફેબ્રુઆરીએ સંદેશખાલીમાં TMC નેતા શિવપ્રસાદ હજારાના ફાર્મહાઉસને આગ લગાવી દીધી હતી.
શાહજહાં કેવી રીતે મજૂરમાંથી માફિયા બન્યો
આરોપી શાહજહાં સંદેશખાલીમાં ક્યાંથી આવ્યો એની કોઈને ખબર નથી. 2000-2001માં તે ફિશરીઝ સેન્ટરમાં મજૂર હતો. શાકભાજી પણ વેચી. ત્યાર બાદ તેણે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં જ તેણે મજૂરોનું યુનિયન બનાવ્યું. પછી સીપીએમમાં જોડાયો.
જ્યારે સિંગુર અને નંદીગ્રામ આંદોલનમાં ડાબેરી પક્ષોએ પગ તળેથી જમીન સરકી, ત્યારે 2012માં તેઓ તત્કાલીન તૃણમૂલ મહાસચિવ મુકુલ રોય અને ઉત્તર 24 પરગના જિલ્લાના શક્તિશાળી નેતા જ્યોતિપ્રીય મલિકના સમર્થનથી પાર્ટીમાં જોડાયો. મલિક એ જ રેશનકૌભાંડના કેસમાં જેલમાં છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શાહજહાંને શોધી રહી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાહજહાં પાસે સેંકડો મત્સ્ય ઉછેર કેન્દ્રો, ઈંટોના ભઠ્ઠાઓ, સેંકડો એકર જમીન હતી. તે 2થી 4 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.
EDના અધિકારીઓ પર શેખના સમર્થકો દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હતો
EDએ આરોપ લગાવ્યો હતો કે તેમની કાર પર 1 હજારથી વધુ લોકોએ હુમલો કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં કોરોના દરમિયાન થયેલા હજારો કરોડ રૂપિયાના કથિત રાશન કૌભાંડના સંબંધમાં 5 જાન્યુઆરીએ EDએ રાજ્યમાં 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટીમ ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલી ગામમાં શેખ શાહજહાં અને શંકર આધ્યાના ઘરે દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.