5 કલાક પેહલા
- કૉપી લિંક
મંગળવારે મલેશિયામાં રમાયેલી FIH મેન્સ જુનિયર વર્લ્ડ કપની રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સને 4-3થી હરાવીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઉત્તમ સિંહની આગેવાનીમાં ટીમ ગુરુવારે સેમિફાઈનલમાં જર્મની સામે ટકરાશે.
હાફ ટાઇમ સુધી નેધરલેન્ડ 2-0થી આગળ હતું, ભારતે ગેમ બદલી નાખી
ટિમો બોયર્સ (5મી મિનિટ) અને પેપિજન વાન ડેર હેજડેન (16મી મિનિટ) બંનેએ સફળતાપૂર્વક પેનલ્ટી કોર્નરને ફેરવીને હાફ ટાઈમમાં નેધરલેન્ડ્સને 2-0ની લીડ અપાવી હતી.
2 ગોલથી પાછળ રહ્યા બાદ ભારતે આક્રમક રમત રમી હતી અને આદિત્ય અર્જુન લાલેઝે 34મી મિનિટે ગોલ કરીને સ્કોરિંગની શરૂઆત કરી હતી. એક મિનિટ પછી, મેન ઇન બ્લુને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો જેને અરયજીતે સ્કોર સરભર કરી દીધો.
કેપ્ટન ઉત્તમ સિંહે ક્વાર્ટર ફાઈનલમાં ગોલ કર્યો હતો.
નેધરલેન્ડ્સનું પુનરાગમન
ત્રીજા ક્વાર્ટરના અંતની એક મિનિટ પહેલા, ઓલિવર હોર્ટેન્સિયસે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને નેધરલેન્ડ્સને ફરીથી લીડ અપાવી હતી. 52મી મિનિટે સૌરભ કુશવાહાએ ભારત માટે બરાબરીનો ગોલ કર્યો અને પાંચ મિનિટ બાદ ઉત્તમે પેનલ્ટી કોર્નરથી નિર્ણાયક ગોલ કર્યો. ભારતે આ મેચ 4-3થી જીતી લીધી હતી.
ભારત તરફથી અરયજીત સિંહ હુંદલે 35મી મિનિટે ગોલ કર્યો હતો.
ડિફેન્ડર રોહિતનું શાનદાર પ્રદર્શન
ભારતની જીતમાં ડિફેન્ડર રોહિતનું મહત્વનું યોગદાન હતું. પોતાના શાનદાર પ્રદર્શનથી રોહિતે ભારતીય ટીમ પર દબાણ અટકાવ્યું હતું. તેણે ડચ ટીમના 6 પેનલ્ટી કોર્નર રોક્યા અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો.
જર્મનીએ આર્જેન્ટિનાને હરાવ્યું
બીજા ક્વાર્ટર ફાઈનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને 2-1થી હરાવી ભારત સામે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં જર્મની શાનદાર ફોર્મમાં છે. ટીમે પૂલ બીમાં ઇજિપ્તને 10-0થી હરાવ્યું હતું. ભારત-જર્મની ઉપરાંત બીજી સેમિફાઈનલ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે.