અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં ગુજરાતમાં 850થી વધુ આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કાર્યરત છે. આ બાબતે ગુજરાત અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર પછી સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. ગુજરાતના આયુર્વેદ વ્યવસાય તથા ઉદ્યોગનો અવાજ ગણાતા ગુજરાત આયુર્વેદ ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને GAAMA UDAAN-2024 ઇવેન્ટનું આયોજન કર્યુ હતું. જેનો ધ્યેય આયુર્વેદિક મેડિસીનના ગ્લોબલાઈઝેશનને નવી ઊંચાઈએ પહોંચાડવાનો હતો. આ ઇવેન્ટમાં જાણીતા આયુર્વેદિક ઉદ્યોગપતિઓ, નીતિ ઘડનારાઓ તથા સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. જે આયુર્વેદિક ઉદ્યોગના પડકારો, તકો તથા ભાવિ અવકાશને રજૂ કરવા માટેનું એક વાઇબ્રન્ટ પ્લેટફોર્મ બની રહી હતી. અમદાવાદમાં આજે 13 એપ્રિલ, 2024ના રોજ યોજાયેલી GAAMA UDAAN-2024માં આયુર્વેદિક ક્ષેત્રે ગુજરાતની મજબૂત હાજરી દર્શાવવામાં આવી હતી. GAAMA UDAAN-2024નું નોંધપાત્ર પાસું એ હતું કે, ગુજરાતના 300થી વધુ આયુર્વેદિક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા, જે ઉદ્યોગના જોડાણ તેમજ તેના સુધારા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
ભારત સરકારના આયુષ મંત્રાલયના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચા આ